કેંદ્રીય બજેટ 2024-25 પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ, "આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપશે."
કેંદ્રીય બજેટ 2024-25 પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ, "આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપશે."
બજેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવા વાળા આ મહત્વપૂર્ણ બજેટ માટે હું બધા દેશવાસિઓને શુભેચ્છા પાઠવુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જી અને તેની સમગ્ર ટીમને શુભેચ્છા પાત્ર છે.
બજેટ પર PM મોદીએ કહ્યુ કે બજેટ દરેક વર્ગને ફાયદો કરાવવાની કોશિશ કરી છે. આ દેશના ગામડા, ગરીબ, ખેડૂતોને સમૃદ્ઘિની રાહ પર લઈ જવા વાળુ બજેટ છે. છેલ્લા 10 વર્ષોમાં 25 કરોડ લોકો ગીરીબીથી બાહર નિકળ્યા છે. આ જે નિયો મિડલ ક્લાસ બન્યો છે, આ બજેટ તેના સશક્તિકરણની નિરંતરતાનું બજેટ છે. આ નવજવાનોને અગણિત નવી તકો આપવા વાળુ બજેટ છે.
બજેટ પર PM મોદીએ કહ્યુ કે આ બજેટ શિક્ષા અને સ્કિલને નવા સ્કેલ મળશે. આ મીડિલ ક્લાસને નવી તાકાત આપવા વાળુ બજેટ છે. આ જનજાતીય સમાજ, દલિતો અને પછાત લોકોને સશક્ત કરવાની મજબૂત યોજનાઓની સાથે આવ્યુ છે. આ બજેટથી મહિલાઓની હિસ્સેદારી વધશે.
બજેટ પર PM મોદીએ કહ્યુ કે બજેટમાં Manufacturing & Infra પર ખાસ ફોકસ રહ્યો. તેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશે. બજેટમાં MSMEsને ખૂબ પ્રોત્સાહન અપાયુ. MSMEsની માલિકી મધ્યમ વર્ગ પાસે છે. MSMEs માટે ધિરાણ સરળતાથી મળે તેવી જોગવાઈ કરી.
બજેટ પર PM મોદીએ આગળ કહ્યુ કે એન્જલ ટેક્સ નાબૂદ કર્યો. સ્ટાર્ટ-અપ સેક્ટર માટે નવી તકો સર્જાઈ છે. ડિફેન્સ નિકાસ વિક્રમી સ્તરે પહોંચ્યો. ગ્રામીણ વિસ્તાર માટે અનેક પ્રોત્સાહનો અપાયા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.