Budget 2025: જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની બજેટ આશા | Moneycontrol Gujarati
Get App

Budget 2025: જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની બજેટ આશા

કિંમતો વધીને 2 મહિનાના ઉપલા સ્તરે પહોંચી છે. USના રિટેલ સેલ્સનાં આંકડા અનુમાન કરતા ઓછા વધ્યા. નબળા CPIના આંકડાથી ફેડના રેટ કટની આશા વધી છે. UK અને યુરોપમાં ઇન્ટરેસ્ટ રેટ કટ થતા કિંમતોને સપોર્ટ મળશે.

અપડેટેડ 02:10:04 PM Jan 17, 2025 પર
Story continues below Advertisement
Budget 2025: જેમ્સ એન્ડ જ્વેલરી પર GST 3%થી ઘટાડી 1% કરવાની માગ છે. GST ઘટાડવાથી ઇન્ડસ્ટ્રી અને ગ્રાહકો પર ભાર ઓછો થશે.

Budget 2025: મોદી 3.O સરકારના બજેટ પર બધાની નજર છે, હવે ગણતરીના દિવસો જ બાકી છે, આવામાં ઘણી ઇન્ડસ્ટ્રીની બજેટથી આશા બનતી હોય છે, નોન એગ્રી કૉમોડિટીમાંનુ એક સેક્ટર જેમ્સ એન્ડ જ્વેલરી. આ સેક્ટરની પણ બજેટથી ઘણી આશા છે, જેમાં સૌથી મહત્વની માગ તેમણે જેમ્સ એન્ડ જ્વેલરી પર GST દર ઘટાડવાની કરી છે, સાથે જ સોનાની કિંમતો જેમ વધી રહી છે, તો આવામાં ગ્રાહકો પર કેવી રીતે ભાર ઓછો થાય તે માટે પણ આ સેક્ટર તરફથી સરકારને અમુક રજૂઆત કરવામાં આવી છે.

જેમ્સ એન્ડ જ્વેલરીની અપેક્ષા

જેમ્સ એન્ડ જ્વેલરી પર GST 3%થી ઘટાડી 1% કરવાની માગ છે. GST ઘટાડવાથી ઇન્ડસ્ટ્રી અને ગ્રાહકો પર ભાર ઓછો થશે. લેબ ગ્રોન ડાયમંડ માટે GST દર દાખલ કરવાની જરૂર છે. હાલ નેચરલ અને લેબ ગ્રોન બન્ને ડાયમંડ પર GSTના એકદર છે. જ્વેલરી ઉદ્યોગ માટે સમર્પિત મંત્રાલય બનાવવામાં આવે છે. જ્વેલરી સેક્ટર માટે કેન્દ્રીય મંત્રીની નિમણૂક કરવાની માગ છે. જ્વેલરી સેક્ટર માટે રાજ્ય મુજબ નોડલ ઓફિસોની સ્થાપના કરવાની માગ છે. સમર્પિત મંત્રાલય બનવાથી ઉદ્યોગને વધુ અસરકારક રીતે ગોઠવવામાં મદદ મળશે. સ્થાનિક ક્ષેત્રમાં પોઝિટીવ વૃદ્ધિને પ્રોત્સાહિત કરવાની માગ છે. એક્સપોર્ટને પણ વધારવા પર ફોકસ કરવાની માગ છે. જ્વેલરી પર EMI પર વિચાર કરવા સરકારને અરજી કરી છે. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને પ્રોત્સાહન આપવામાં આવે છે.


ગોલ્ડ મોનિટાઇઝેશનને બુસ્ટ આપો!

ભારતમાં 22,000 ટન જેટલુ સોનુ ઘરોમાં હોવાનું અનુમાન છે. ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમને બુસ્ટ આપી આ સોનુ સિસ્ટમમાં લાવી શકાય. ગોલ્ડ ડિપોઝીટ માટે ફેકસીબલ ટેન્યુઅર આપી શકાય છે. વધુ વ્યાજ અને 500 ગ્રામ સુધી કોઇ ઇન્કવારી નહી થાય તો આ સ્કીમને વેગ મળી શકે છે. 2024માં ભારતનો ગોલ્ડ ઇમ્પોર્ટ રેકોર્ડ સ્તર પર છે. 2024માં સોનામાં રેકોર્ડ હાઇ પર કિંમતો પહોંચી છે. હાલ મિડ ટર્મ ડિપોઝીટ (5-7 વર્ષ) માટે 2.25% વ્યાજ છે. હાલ લોંગ ટર્મ ડિપોઝીટ (12-15 વર્ષ) માટે 2.50% વ્યાજ છે. શોર્ટ ટર્મ (1-3 વર્ષ) ડિપોઝીટ માટે બેન્ક વ્યાજ નક્કી કરે છે.

જેમ્સ એન્ડ જ્વેલરીની માગ

ભારતની સ્થાનિક માગ $85 બિલિયનની છે. 2030 સુધી $120 બિલિયનની માગ રહેવાની આશા છે. દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથી માગ વધી રહી છે. આગળ પણ માગ વધવાની આશા છે.

ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ચિંતાઓ

G7 દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે. રફ હીરોમાં રશિયાની 33% ભાગેદારી છે.

ડિસેમ્બરમાં ડાયમંડનો એક્સપોર્ટ 2023 માં 7183 કરોડ રૂપિયા થયો હતો. જ્યારે ડિસેમ્બરમાં ડાયમંડનો એક્સપોર્ટ 2024માં 6570 કરોડ રૂપિયા હતો.

ડિસેમ્બરમાં લેબ ગ્રોન હીરાનો એક્સપોર્ટ 2023 માં 695 કરોડ રૂપિયા થયો હતો. જ્યારે ડિસેમ્બરમાં લેબ ગ્રોન હીરાનો એક્સપોર્ટ 2024 માં 671 કરોડ રૂપિયા હતો.

રફ ડાયમંડનો ઇમ્પોર્ટ એપ્રિલ-ડિસેમ્બરમાં 2023 માં 83,603 કરોડ રૂપિયા હતો. રફ ડાયમંડનો ઇમ્પોર્ટ એપ્રિલ-ડિસેમ્બરમાં 2024 માં 66066 કરોડ રૂપિયા હતો.

સોનામાં કારોબાર

કિંમતો વધીને 2 મહિનાના ઉપલા સ્તરે પહોંચી છે. USના રિટેલ સેલ્સનાં આંકડા અનુમાન કરતા ઓછા વધ્યા. નબળા CPIના આંકડાથી ફેડના રેટ કટની આશા વધી છે. UK અને યુરોપમાં ઇન્ટરેસ્ટ રેટ કટ થતા કિંમતોને સપોર્ટ મળશે. આ સપ્તાહે સોનાની કિંમતો આશરે 1 ટકા વધી. આ સપ્તાહે ચાંદીની કિંમતોમાં 1.5 ટકાનો વધારો નોંધાયો. આ વર્ષે હાલ સુધી સોનાની કિંમતો 3.5 ટકા વધી. આ વર્ષે હાલ સુધી ચાંદીની કિંમતોમાં 6.7 ટકાનો વધારો નોંધાયો.

જીગર સોનીએ કહ્યું કે જ્વેલરી બિઝનેસના સ્ટાર્ટઅપને બૂસ્ટ આપવાની માગ છે. GST દર ઘટવાથી જ્વેલરી સેક્ટરને ઘણું બૂસ્ટ મળશે. અમદાવાદમાં જ્વેલરી પાર્કની સ્થાપના કરવાની માગ છે. ડાયમંડ પર GST થોડો સમય માટે નાબૂદ કરવાની માગ છે. રાજેશ રોકડે કહ્યું કે ઘરે પડેલા સોનાને સિસ્ટમમાં લાગવવાથી ઘણો ફાયદો થશે.

Union Budget 2025: આવનાર બજેટમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાના ક્લાઈમેટ ફંડનો થઈ શકે છે જાહેરાત

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2025 2:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.