Budget 2025: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે દેશનું બજેટ રજૂ કરશે. આ નિર્મલા સીતારમણનું 8મું બજેટ હશે. પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી આ બીજું બજેટ હશે. જૂન 2024માં તેમના સાથી પક્ષો સાથે સરકાર બનાવ્યા પછી, પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ ગયા વર્ષે જુલાઈમાં રજૂ કરવામાં આવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ તમામ ક્ષેત્રોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. આ બજેટથી હેલ્થ સેક્ટરને ઘણી અપેક્ષાઓ છે. એક તરફ સામાન્ય માણસ મોંઘા ઉપચારમાંથી રાહત ઇચ્છે છે, તો બીજી તરફ હોસ્પિટલો અને દવા કંપનીઓ પોતાની કમાણી વધારવા માંગે છે.