7 ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ધૂમ વેચાઈ રહ્યા હતા વિસ્ફોટકો, CCPAએ ફટકાર્યો 30 લાખનો દંડ, 3900 સેલર હટાવ્યા | Moneycontrol Gujarati
Get App

7 ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ધૂમ વેચાઈ રહ્યા હતા વિસ્ફોટકો, CCPAએ ફટકાર્યો 30 લાખનો દંડ, 3900 સેલર હટાવ્યા

CCPA એ 7 ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર વિસ્ફોટકોના ગેરકાયદે વેચાણ મામલે મોટી કાર્યવાહી કરી છે. 30 લાખનો દંડ ફટકાર્યા બાદ 3900 સેલર્સને હટાવી દેવામાં આવ્યા છે.

અપડેટેડ 03:07:47 PM Oct 20, 2026 પર
Story continues below Advertisement
ઓથોરિટી દ્વારા આ કડક પગલાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ, કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) રૂલ્સ 2020, વિસ્ફોટક અધિનિયમ (Explosives Act) અને એમોનિયમ નાઈટ્રેટ રૂલ્સ 2012 ની કલમો હેઠળ લેવામાં આવ્યા છે.

આજકાલ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર કપડાં અને કરિયાણાની સાથે વિસ્ફોટક પદાર્થો પણ વેચાતા હશે? જી હા, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ એક મોટો ખુલાસો કર્યો છે અને કડક એક્શન પણ લીધા છે.

CCPA એ 7 મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ગેરકાયદેસર રીતે વિસ્ફોટકોના ઓનલાઈન વેચાણ સામે લાલ આંખ કરી છે. આ પ્લેટફોર્મ્સ પર કેટલાક વિક્રેતાઓ ખુલ્લેઆમ એમોનિયમ નાઈટ્રેટ, ગનપાઉડર, પિક્રિક એસિડ અને PETN (પેન્ટાએરીથ્રિટોલ ટેટ્રાનાઈટ્રેટ) જેવા જોખમી વિસ્ફોટકો વેચી રહ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ CCPA એ 30 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. આ એક્શન બાદ પ્લેટફોર્મ્સે તાત્કાલિક પગલાં લેતા આવા પદાર્થો વેચતા 3,900 જેટલા સેલર્સને  પોતાની સાઈટ પરથી રિમૂવ કરી દીધા છે.

કયા 7 પ્લેટફોર્મ્સ તપાસના ઘેરામાં છે?

તપાસ એજન્સીના રડાર પર નીચે મુજબના 7 પ્લેટફોર્મ્સ આવ્યા છે.

ઈન્ડિયામાર્ટ


ટ્રેડઈન્ડિયા

ડાયલ4ટ્રેડ

જસ્ટડાયલ

સિગ્મા-એલ્ડ્રિચ ઈન્ડિયા

એક્સપોર્ટ્સઈન્ડિયા

આઈબાયકેમિકલ્સ

CCPAએ આ તમામ 7 પ્લેટફોર્મ્સને કારણદર્શક નોટિસ ફટકારી છે. ઓથોરિટીનું કહેવું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષા, જાહેર સલામતી અને ઈ-કોમર્સ કંપનીઓની જવાબદારી નક્કી કરવાનો છે.

કઈ કંપનીઓ પર કેટલો દંડ લાગ્યો?

CCPA અત્યાર સુધીમાં 2 પ્લેટફોર્મ સામે 3 મામલામાં અંતિમ આદેશ જારી કરી ચૂક્યું છે.

Dial4Trade: પ્લેટફોર્મ પર એમોનિયમ નાઈટ્રેટના વેચાણ બદલ 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ExportsIndia: આ કંપની પર બેવડો દંડ લાગ્યો છે. એમોનિયમ નાઈટ્રેટ અને PETN ના વેચાણ બદલ 10 લાખ રૂપિયા, તેમજ પિક્રિક એસિડના વેચાણ માટે વધારાના 10 લાખ રૂપિયા (કુલ 20 લાખ રૂપિયા) નો દંડ ફટકારાયો છે.

આ કંપનીઓ સામે હજુ તપાસ ચાલુ

CCPA ના જણાવ્યા અનુસાર, હજુ 3 મામલામાં ઊંડી તપાસ ચાલી રહી છે.

સિગ્મા-એલ્ડ્રિચ: એમોનિયમ નાઈટ્રેટ, PETN અને પિક્રિક એસિડના ઓનલાઈન લિસ્ટિંગ અને તેની જાહેરાત કરવાના મામલે તપાસ ચાલુ છે.

ટ્રેડઈન્ડિયા: પિક્રિક એસિડ અને PETN ના ઓનલાઈન વેચાણમાં સેલર્સને મદદ કરવા બદલ તપાસ થઈ રહી છે.

આઈબાયકેમિકલ્સ: પિક્રિક એસિડના પ્લેટફોર્મ પર લિસ્ટિંગ અને જાહેરાત મામલે કાર્યવાહી ચાલી રહી છે.

કયા નિયમો હેઠળ લેવાયા પગલાં?

ઓથોરિટી દ્વારા આ કડક પગલાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ, કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સ 2020, વિસ્ફોટક અધિનિયમ અને એમોનિયમ નાઈટ્રેટ રૂલ્સ 2012 ની કલમો હેઠળ લેવામાં આવ્યા છે. વર્તમાન કાયદા મુજબ, કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ પર જોખમી અને નિયંત્રિત વિસ્ફોટક પદાર્થોનું અનધિકૃત લિસ્ટિંગ કરવું, જાહેરાત આપવી કે વેચાણ કરવું એ સદંતર ગેરકાયદેસર છે.

આ પણ વાંચો-Dividend Stock : LTM Ltdએ જાહેર કર્યો 25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ, 23 ઓક્ટોબર છે રેકોર્ડ ડેટ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 20, 2026 3:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.