Core Sector Growth: સપ્ટેમ્બરમાં કોર સેક્ટરનો ગ્રોથ 30 મહિનાની ટોચે પહોંચ્યો, પ્રોડક્શન 7.9% વધ્યું | Moneycontrol Gujarati
Get App

Core Sector Growth: સપ્ટેમ્બરમાં કોર સેક્ટરનો ગ્રોથ 30 મહિનાની ટોચે પહોંચ્યો, પ્રોડક્શન 7.9% વધ્યું

સપ્ટેમ્બરમાં ભારતનો કોર સેક્ટર ગ્રોથ 7.9%ની 30 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. કોલસો, વીજળી અને રિફાઇનરી સેક્ટરમાં તેજી નોંધાઈ. જાણો કયા સેક્ટરમાં ઘટાડો થયો.

અપડેટેડ 06:49:16 PM Oct 21, 2026 પર
Story continues below Advertisement
એપ્રિલ 2024 પછી કોર સેક્ટરની આ સૌથી ઝડપી વૃદ્ધિ છે. નોંધનીય છે કે, આ અગાઉ ઓગસ્ટ મહિનામાં આ ગ્રોથ 5.9% હતો, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર 3.1%નો જ ગ્રોથ નોંધાયો હતો.

Core Sector Growth: ભારતના કોર સેક્ટર ગ્રોથમાં શાનદાર તેજી જોવા મળી છે. સપ્ટેમ્બર 2026 માં આ ગ્રોથ વધીને 7.9% થઈ ગયો છે, જે છેલ્લા 30 મહિનાનું સૌથી ઉચ્ચું સ્તર છે. ખાસ કરીને કોલસો, વીજળી અને રિફાઇનરી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં થયેલા મોટા વધારાને કારણે આ આંકડો ઊંચકાયો છે.

એપ્રિલ 2024 પછી કોર સેક્ટરની આ સૌથી ઝડપી વૃદ્ધિ છે. નોંધનીય છે કે, આ અગાઉ ઓગસ્ટ મહિનામાં આ ગ્રોથ 5.9% હતો, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર 3.1%નો જ ગ્રોથ નોંધાયો હતો.

કયા સેક્ટરમાં કેવી રહી કામગીરી?

કોર સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા કુલ 9 સેક્ટરનો સમાવેશ થાય છે. જેમાં કોલસો, વીજળી, સ્ટીલ, સિમેન્ટ, કાચું તેલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર અને આયર્ન ઓરનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં આમાંથી 6 સેક્ટરના ગ્રોથમાં વધારો થયો છે, જ્યારે બાકીના 3 સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.

કોલસાના ઉત્પાદનમાં શાનદાર રિકવરી: સપ્ટેમ્બરમાં કોલસાનું ઉત્પાદન 10.7% વધ્યું છે. ઓગસ્ટમાં તેમાં 3.8%નો ઘટાડો થયો હતો. નાણાકીય વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં પણ કોલસાનું ઉત્પાદન ઘટ્યું હતું, પરંતુ હવે આ સેક્ટરે સારી વાપસી કરી છે.


વીજળી અને રિફાઇનરીમાં તેજી: વીજળી સેક્ટરનો ગ્રોથ પણ મજબૂત છે. સપ્ટેમ્બરમાં વીજ ઉત્પાદન 11.4% વધ્યું છે, જે સતત ચોથા મહિને ડબલ ડિજિટમાં રહ્યું છે. આ ઉપરાંત રિફાઇનરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ 10.3% વધ્યું છે.

આયર્ન ઓર, સિમેન્ટ અને સ્ટીલ: આયર્ન ઓરના ઉત્પાદનમાં જબરદસ્ત 18.4% ની તેજી આવી છે. આ સાથે જ સિમેન્ટ ઉત્પાદન 9.8% અને સ્ટીલ સેક્ટરનો ગ્રોથ 4.9% રહ્યો છે.

આ 3 સેક્ટર્સની હાલત હજુ પણ ખરાબ

એક તરફ મોટાભાગના સેક્ટરમાં તેજી છે, તો બીજી તરફ ખાતર, નેચરલ ગેસ અને કાચા તેલના ઉત્પાદનમાં હજુ પણ નિરાશા જોવા મળી રહી છે.

ખાતર: સપ્ટેમ્બરમાં ખાતરનું ઉત્પાદન 11.7% ઘટ્યું છે. આ સતત સાતમો મહિનો છે જ્યારે આ સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે. જોકે ઓગસ્ટના 12.4%ના ઘટાડા કરતા સ્થિતિમાં મામૂલી સુધારો છે.

નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ: નેચરલ ગેસનું ઉત્પાદન 4.6% ઘટ્યું છે. જ્યારે કાચા તેલના ઉત્પાદનમાં 1.4% નો ઘટાડો નોંધાયો છે.

છ મહિનામાં ગ્રોથ બમણાથી વધુ થયો

સપ્ટેમ્બર મહિનામાં આવેલી આ શાનદાર તેજીની અસર ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનાના આંકડાઓ પર પણ સ્પષ્ટ દેખાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026ના સમયગાળા દરમિયાન કોર સેક્ટરનો એકંદર ગ્રોથ 5.1% રહ્યો છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો માત્ર 2.5% હતો. આ દર્શાવે છે કે આ વર્ષના પ્રથમ છ મહિનામાં કોર સેક્ટરનો ગ્રોથ બમણાથી પણ વધુ થઈ ગયો છે.

આ પણ વાંચો-Eternal Q2 Results: Zomatoની પેરેન્ટ કંપની Eternalનો ધમાકો- નફો 92% વધ્યો, આવક 24,138 કરોડને પાર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2026 6:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.