Gujarat Police Recruitment 2026: લોકરક્ષકમાં 12,752 અને PSI માં 241 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે મોટી ખુશખબર! ગૃહ વિભાગે લોકરક્ષકની 12,752 અને PSI ની 241 મળી કુલ 12,993 જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. જાણો અરજીની તારીખ અને લાયકાત.
લોકરક્ષક કેડરની જગ્યાઓમાં વધારો થયા બાદ અગાઉની ભરતીની અન્ય સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે.
Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસમાં જોડાઈને ખાખી વરદી પહેરવાનું અને સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે. લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરવામાં આવેલી 3,000 જગ્યાઓમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જંગી વધારો કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગે વધારાની જગ્યાઓ મંજૂર કરતાં હવે લોકરક્ષક (LRD) કેડરમાં કુલ 12,752 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) કેડરની 241 જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરવામાં આવી છે. આમ, ગુજરાત પોલીસમાં બંને કેડર મળીને કુલ 12,993 જગ્યાઓ પર મેગા ભરતી થશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે 20 નવેમ્બર, 2026 ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે પ્રાથમિક જાહેરાત કરી હતી. ત્યારબાદ ગૃહ વિભાગની મંજૂરી મળતા 23 નવેમ્બરે ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા સુધારેલી જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે.
લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓનું વર્ગીકરણ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/1 મુજબ લોકરક્ષક કેડરમાં કેટેગરી વાઈઝ નીચે મુજબની જગ્યાઓ ભરવામાં આવશે (જેમાં માજી સૈનિક ઉમેદવારોને કુલ જગ્યાના 10% અનામત મળવાપાત્ર છે):
લોકરક્ષકની સાથે-સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરની કુલ 241 જગ્યાઓ પર પણ સીધી ભરતી કરવામાં આવશે. આ બંને ભરતીઓ માટે ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે.
અરજી કરવાની તારીખ અને સત્તાવાર વેબસાઇટ
લોકરક્ષક ભરતી માટે ઉમેદવારોએ 26.11.2026 (બપોરના 14:00 કલાક) થી 16.12.2026 (રાત્રિના 23:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. જ્યારે ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 19.12.2026 (રાત્રિના 23:59 કલાક) રાખવામાં આવી છે.
* ઓનલાઇન અરજી માટેની વેબસાઇટ: https://ojas.gujarat.gov.in
આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો માટે લાયકાતના ધોરણો નીચે મુજબ છે:
PSI માટે લાયકાત: ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) ની ડિગ્રી હોવી ફરજિયાત છે.
લોકરક્ષક માટે લાયકાત: ઉમેદવાર ધોરણ 12 પાસ (HSC) અથવા સરકાર માન્ય સમકક્ષ પરીક્ષા પાસ હોવા જરૂરી છે.
વયમર્યાદા: 16.12.2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, અનામત વર્ગો, મહિલાઓ, રમતવીરો અને માજી સૈનિકોને સરકારના નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે.
પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને 26,000 પગાર ધોરણ
પરીક્ષાના તબક્કા: લોકરક્ષક ભરતીમાં પ્રથમ તબક્કામાં શારીરિક કસોટી લેવાશે અને બીજા તબક્કામાં Objective MCQ Test યોજાશે.
200 ગુણનું પેપર: MCQ પરીક્ષામાં Part-A (80 ગુણ) અને Part-B (120 ગુણ) મળીને કુલ 200 ગુણ અને 200 પ્રશ્નો રહેશે. ખોટા જવાબ બદલ 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે તેમજ પ્રશ્ન છોડી દેવા માટે "Not Attempted" (Option "E") ની જોગવાઈ પણ રહેશે.
અરજી ફી: જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 ફી (વત્તા બેંક સર્વિસ ચાર્જ) ઓનલાઇન ભરવાના રહેશે. જ્યારે અનામત વર્ગો અને માજી સૈનિકોએ કોઈ ફી ભરવાની નથી.
લોકરક્ષક કેડરની જગ્યાઓમાં વધારો થયા બાદ અગાઉની ભરતીની અન્ય સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે. ઉમેદવારો વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ જોઈ શકે છે અથવા હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકે છે.