ITC Share Price: શું ઘટાડાનો દોર પૂરો થયો? રોકાણકારોએ હવે ખરીદવા કે વેચવા? જાણો એક્સપર્ટનો મત | Moneycontrol Gujarati
Get App

ITC Share Price: શું ઘટાડાનો દોર પૂરો થયો? રોકાણકારોએ હવે ખરીદવા કે વેચવા? જાણો એક્સપર્ટનો મત

ITC Share Price: ITCના શેરમાં સિગારેટ પર ટેક્સ વધવાને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, હવે શેરમાં રિકવરી આવી છે. શું હવે રોકાણ કરવાનો યોગ્ય સમય છે? જાણો બ્રોકરેજ ફર્મ્સ અને એક્સપર્ટ્સનો નવો ટાર્ગેટ ભાવ.

અપડેટેડ 12:50:06 PM Feb 08, 2026 પર
Story continues below Advertisement
ITC Share Price: ITCના શેરમાં સિગારેટ પર ટેક્સ વધવાને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ITC Share Price: દેશની દિગ્ગજ FMCG કંપની ITCના શેરોમાં છેલ્લા થોડા દિવસોમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી છે. બજેટ અને સિગારેટ પર ટેક્સ વધવાના કારણે કંપનીના શેરોમાં મોટો કડાકો બોલી ગયો હતો. રોકાણકારો મુંઝવણમાં છે કે આ ઘટાડો પૂરો થયો છે કે હજુ વધુ તૂટશે? જો તમે પણ ITC માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા તમારી પાસે શેર હોય, તો એક્સપર્ટ્સનો અભિપ્રાય જાણવો ખુબ જરૂરી છે.

શેરની ચાલ: કડાકા બાદ રિકવરી

આવતા નાણાકીય વર્ષ 2027ના બજેટ અને સિગારેટ પર ટેક્સ વધારવાના નિર્ણય બાદ તરત જ એટલે કે 2 ફેબ્રુઆરીએ ITCના શેર ધડામ દઈને નીચે પટકાયા હતા. આ ઘટાડો એટલો તીવ્ર હતો કે શેર તેની એક વર્ષની સૌથી નીચી સપાટીએ (Low Level) પહોંચી ગયો હતો. જોકે, આ ઘટાડા બાદ શેરમાં થોડી રિકવરી જોવા મળી છે.

છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો, શુક્રવારે 6 ફેબ્રુઆરીએ BSE પર ITCનો શેર 5.09%ની મજબૂત તેજી સાથે 326.05 રૂપિયા પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, 2 ફેબ્રુઆરીએ આ જ શેર તૂટીને 326.05ના સ્તરે પહોંચ્યો હતો, જે તેનો લોઅર લેવલ હતો. જ્યારે ગયા વર્ષે 6 ફેબ્રુઆરી 2025ના રોજ આ શેર 450.10 રૂપિયાની રેકોર્ડ હાઈ સપાટીએ હતો.

શું ઘટાડો અટકી ગયો છે? એક્સપર્ટનો મત


શું ITCના શેરમાં હવે ‘બોટમ' બની ગયું છે? શું હવે અહીંથી તેજી આવશે? આ સવાલ પર એસબીઆઈ સિક્યોરિટીઝના ટેકનિકલ રિસર્ચ હેડ, સુદીપ શાહનું કહેવું છે કે કોઈ પણ નિર્ણય પર આવવું હાલ ઉતાવળ ભરેલું ગણાશે.

તેમણે જણાવ્યું કે, "ભલે શેરમાં મજબૂત વોલ્યુમ સાથે રિકવરી જોવા મળી છે, જે સારી વાત છે, પરંતુ આનાથી એ સાબિત નથી થતું કે ટ્રેન્ડ બદલાઈ ગયો છે." સુદીપ શાહના મતે, શેર હજુ પણ તેના મુખ્ય શોર્ટ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યો છે, તેથી રોકાણકારોએ સાવધાન રહેવું જોઈએ. હાલની તેજી 305-310 રૂપિયાના સપોર્ટ લેવલથી આવી છે. જો ભવિષ્યમાં આ લેવલ તૂટે છે, તો શેરમાં વધુ નબળાઈ જોવા મળી શકે છે.

બ્રોકરેજ ફર્મ્સે ટાર્ગેટ ભાવ ઘટાડ્યા

સિગારેટ પર ટેક્સ વધારવાના નોટિફિકેશન બાદ મોટી બ્રોકરેજ કંપનીઓએ ITC પર તેમનો ભરોસો ઓછો કર્યો છે અને ટાર્ગેટ પ્રાઈઝમાં કાપ મૂક્યો છે.

નુવામા (Nuvama): આ બ્રોકરેજ ફર્મે ITC નું રેટિંગ ‘Buy' (ખરીદો)થી ઘટાડીને ‘Hold' કરી દીધું છે. સાથે જ ટાર્ગેટ ભાવ 534 રૂપિયાથી ઘટાડીને સીધો 415 રૂપિયા કરી દીધો છે.

મોતીલાલ ઓસવાલ: આ ફર્મે પણ રેટિંગ ઘટાડીને ‘Neutral' કરી દીધું છે અને ટાર્ગેટ ભાવ ઘટાડીને 400 રૂપિયા કર્યો છે.

બ્રોકરેજ હાઉસનું માનવું છે કે સિગારેટ પર ટેક્સ વધવાની આશંકા હતી, પરંતુ સરકારે નોટિફિકેશનમાં ધાર્યા કરતા વધારે વધારો ઝીંક્યો છે. જેના કારણે કંપનીએ પોતાના નફાનું માર્જિન જાળવી રાખવા માટે ભાવમાં લગભગ 25% જેટલો વધારો કરવો પડશે, જેની અસર વેચાણ પર પડી શકે છે.

સિગારેટ કેટલી મોંઘી થઈ?

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદે સેન્ટ્રલ એક્સાઈઝ બિલને મંજૂરી આપી હતી. નવા નિયમ મુજબ, સિગારેટ પર 40% જીએસટી ઉપરાંત હવે એક્સાઈઝ ડ્યુટી પણ લાગશે.

નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, સિગારેટની લંબાઈના આધારે 1,000 સિગારેટ પર 2,050 થી લઈને 8,500 રૂપિયા સુધીની એક્સાઈઝ ડ્યુટી 1 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગઈ છે. આ ટેક્સ વધારાની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી છે. હવે 10 સિગારેટના એક પેકેટની કિંમતમાં ઓછામાં ઓછો 22 થી 25 રૂપિયાનો વધારો થઈ ગયો છે.

આ પણ વાંચો- US-Bangladesh Secret Deal: ભારત બાદ હવે બાંગ્લાદેશ સાથે ‘સિક્રેટ ગેમ'? ચૂંટણી પહેલા અમેરિકાની આ ડીલથી ખળભળાટ!

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 08, 2026 12:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.