Jio IPO: આકાશ અંબાણીની મોટી જાહેરાત, 7220 પેટન્ટ સાથે દુનિયાની ટોપ 20માં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની જિયો | Moneycontrol Gujarati
Get App

Jio IPO: આકાશ અંબાણીની મોટી જાહેરાત, 7220 પેટન્ટ સાથે દુનિયાની ટોપ 20માં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની જિયો

Jio Platformsના મેગા IPO પહેલા આકાશ અંબાણીની મોટી જાહેરાત. જિયો 7220 પેટન્ટ સાથે WIPOની ગ્લોબલ ટોપ 20 માં એકમાત્ર ભારતીય કંપની બની. જાણો IPOની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 05:36:23 PM Oct 15, 2026 પર
Story continues below Advertisement
રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સ આ IPO ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ ભારતીય શેરબજારના ઇતિહાસના સૌથી મોટા IPO માંથી એક બની શકે છે.

Jio IPO : રિલાયન્સની ડિજિટલ અને ટેલિકોમ પાંખ 'જિયો પ્લેટફોર્મ્સ' શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ મેગા IPO પહેલા કંપનીના ચેરમેન આકાશ અંબાણીએ ગુરુવારે, 15 ઓક્ટોબરે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે જિયોની ભવિષ્યની રણનીતિ, ટેકનોલોજી અને ડેટા વપરાશ વિશે ઘણી મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

7220 પેટન્ટ અને 12,000 એન્જિનિયરોની તાકાત

આકાશ અંબાણીએ ગર્વ સાથે જણાવ્યું કે, જિયો પ્લેટફોર્મ્સે 7220 પેટન્ટ અરજીઓ ફાઇલ કરી છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના 2026ના રેન્કિંગ મુજબ, ગ્લોબલ ટોપ 20 અરજદારોની યાદીમાં સામેલ થનારી જિયો એકમાત્ર ભારતીય કંપની છે.

IPO ના પ્રોસ્પેક્ટસ અનુસાર, 30 જૂન 2026 સુધીમાં ભારત અને વિદેશમાં આ 7220 પેટન્ટ અરજીઓ કરવામાં આવી છે. આકાશ અંબાણીએ આ સફળતાનો શ્રેય કંપનીના 12,000થી વધુ એન્જિનિયરોની ટીમને આપ્યો હતો. તેમણે કહ્યું કે, "ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે અમે બહારની કંપનીઓ પર નિર્ભર રહેવાને બદલે અમારી પોતાની ટેકનોલોજી વિકસાવી છે."

જિયોની સફળતા અને ગ્રોથ પ્લાનની 5 મોટી વાતો


ફ્યુચર પ્લાન: કંપની હવે મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ સર્વિસ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાનો વ્યાપ વધારવા પર ફોકસ કરી રહી છે.

ડેટા ટ્રાફિક: હાલમાં ભારતના કુલ ડેટા ટ્રાફિકમાંથી 60 ટકા હિસ્સો એકલું જિયો સંભાળી રહ્યું છે.

5G માં નંબર 1: માત્ર 3 વર્ષ પહેલાં 5G શરૂ કર્યા પછી, આજે ચીન બહાર જિયો પાસે દુનિયાનો સૌથી મોટો 5G સબસ્ક્રાઇબર બેઝ છે.

ડેટાનો વપરાશ વધ્યો: ગ્રાહકોનો ડેટા વપરાશ ઘણો વધ્યો છે. હવે સરેરાશ પ્રતિ ગ્રાહક ડેટા વપરાશ મહિને 43.7 GB સુધી પહોંચી ગયો છે.

સસ્તો ઈન્ટરનેટ: FY26 ના ડેટા મુજબ, જિયોના કારણે ડેટાના ભાવ પ્રતિ GB 228 રૂપિયાથી ઘટીને માત્ર 7.5 રૂપિયા થઈ ગયા છે.

Jio IPO ની તમામ જરૂરી વિગતો

જિયો પ્લેટફોર્મ્સે 14 ઓક્ટોબરે પોતાનો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો. આ IPO રોકાણકારો માટે નીચે મુજબ ખુલશે.

પ્રાઇસ બેન્ડ: કંપનીએ શેરની કિંમત 1065 થી 1119 રૂપિયા નક્કી કરી છે.

તારીખ: આ પબ્લિક ઈશ્યુ 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે.

ઈશ્યુ સાઇઝ: આમાં 27 કરોડ જેટલા નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવશે.

ટાર્ગેટ રકમ: અપર પ્રાઇસ બેન્ડના આધારે કંપની આ IPO દ્વારા બજારમાંથી 30,213 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સ આ IPO ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ ભારતીય શેરબજારના ઇતિહાસના સૌથી મોટા IPO માંથી એક બની શકે છે.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

આ પણ વાંચો-એક ખરાબ ઇન્ટરનેટ કનેક્શન અને શરૂ થઈ Reliance Jio, ઈશા અંબાણીએ સંભળાવ્યો 2009નો એ રસપ્રદ કિસ્સો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 15, 2026 5:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.