JLR Layoffs: ટાટા મોટર્સની જગુઆર લેન્ડ રોવરમાં 4000 નોકરીઓ જશે, ફોક્સવેગન અને પેપાલમાં પણ મોટી છટણી
ઓટો અને ટેક સેક્ટરમાં મોટું સંકટ! ટાટા મોટર્સની JLR 4000 કર્મચારીઓની છટણી કરશે. બીજી તરફ ફોક્સવેગને પણ 50000 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી છે. જાણો વિગતો.
કંપની હાલમાં વધતો ખર્ચ, ઘટતું વેચાણ અને અમેરિકી ટેરિફની અસર જેવી મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ છટણી દ્વારા JLR આગામી 2 વર્ષમાં 2.3 અબજ ડોલરની બચત કરવા માંગે છે.
JLR Layoffs: ઓટોમોબાઇલ અને ફિનટેક સેક્ટરમાંથી નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરમાં કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે છટણી કરી રહી છે. ભારતીય કંપની ટાટા મોટર્સની માલિકી ધરાવતી અને બ્રિટનની સૌથી મોટી કાર કંપની જગુઆર લેન્ડ રોવરએ 4000 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ફોક્સવેગન અને પેપાલમાં પણ મોટી છટણી થવા જઈ રહી છે.
જગુઆર લેન્ડ રોવરમાં 4000 લોકોની જશે નોકરી
બ્લૂમબર્ગ અને 'ધ ટાઇમ્સ' ના રિપોર્ટ મુજબ, JLR આગામી 2 વર્ષમાં 4000 જેટલી નોકરીઓ ઘટાડવા જઈ રહી છે. કંપનીએ શુક્રવારે મોડી રાત્રે કર્મચારીઓને એલર્ટ આપી દીધું છે અને સોમવારથી સ્વૈચ્છિક છટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. JLR હાલમાં બ્રિટનમાં લગભગ 33,000 લોકોને રોજગારી આપે છે.
શા માટે થઈ રહી છે છટણી?
કંપની હાલમાં વધતો ખર્ચ, ઘટતું વેચાણ અને અમેરિકી ટેરિફની અસર જેવી મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ છટણી દ્વારા JLR આગામી 2 વર્ષમાં 2.3 અબજ ડોલરની બચત કરવા માંગે છે. ઉપરાંત, વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની પોતાનો બ્રેક-ઇવન પોઇન્ટ ઘટાડીને 300,000 વાહનો સુધી લાવવા માંગે છે.
આવક અને નફામાં મોટો ઘટાડો
જો કંપનીના ફાઇનાન્સની વાત કરીએ તો, તાજેતરના ક્વાર્ટરમાં JLR ની આવકમાં 10 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે ટેક્સ પહેલાંનો નફો 69 ટકા ઘટીને 10.9 કરોડ પાઉન્ડ થઈ ગયો છે. નોંધનીય છે કે, કંપનીએ આ જ મહિનાની શરૂઆતમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક 'રેન્જ રોવર' બજારમાં ઉતારી છે, જે માર્કેટની સૌથી મોંઘી ઇલેક્ટ્રિક SUV માંથી એક માનવામાં આવે છે.
ફોક્સવેગનમાં વધુ 50,000 લોકોની છટણી
જર્મનીની દિગ્ગજ કાર કંપની ફોક્સવેગન પણ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. કંપનીના સુપરવાઇઝરી બોર્ડે 'ફ્યુચર પ્લાન 2030' ને મંજૂરી આપી દીધી છે. આ માટે અગાઉથી નક્કી થયેલી 50,000 છટણીની પ્રક્રિયા તો ચાલુ જ છે, પરંતુ હવે વિશ્વભરમાં વધુ 50,000 નોકરીઓ ખતમ કરવાના નવા પ્લાનને મંજૂરી મળી ગઈ છે.
આ ભવિષ્યની યોજનામાં 12 મોટા નિર્ણયો લેવાયા છે. જેમાં વધુ 50,000 કર્મચારીઓની છટણી. 2035 સુધીમાં પોતાના વાહનોના મોડલ અડધા કરી નાખવા. 2027 થી 2031 દરમિયાન કંપનીના કેપિટલ ખર્ચમાં 16 ટકાનો ઘટાડો કરવો.
ફોક્સવેગન અને પેપાલમાં છટણી
ફોક્સવેગન ગ્રુપની ભારતીય યુનિટ પણ પોતાના 3 વર્ષના રિસ્ટ્રક્ચરિંગ પ્લાનને ઝડપી બનાવી રહી છે. માં શરૂ થયેલી આ પ્રક્રિયા હેઠળ 2027 સુધીમાં કંપની પોતાની 12 ટકા વર્કફોર્સ ઘટાડશે.બીજી તરફ, જાણીતી ફિનટેક કંપની પેપાલ દ્વારા પણ ભારતમાં મોટી છટણી કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ, પેપાલે ભારતમાં કામ કરતા પોતાના 600 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.