શેરબજારમાં હાહાકાર! દુનિયાની ટોપ 500 કંપનીઓમાંથી બહાર ફેંકાઈ આ મોટી ભારતીય કંપનીઓ, જાણો લિસ્ટમાં હવે કોણ બચ્યું? | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં હાહાકાર! દુનિયાની ટોપ 500 કંપનીઓમાંથી બહાર ફેંકાઈ આ મોટી ભારતીય કંપનીઓ, જાણો લિસ્ટમાં હવે કોણ બચ્યું?

Top 500 companies in the world: ભારતીય શેરબજારમાં તાજેતરમાં આવેલા કડાકાને કારણે દુનિયાની ટોપ 500 કંપનીઓના લિસ્ટમાંથી ઘણી ભારતીય બ્લુ-ચિપ કંપનીઓ બહાર થઈ ગઈ છે. હવે આ ગ્લોબલ લિસ્ટમાં ભારતની માત્ર 11 કંપનીઓ જ બચી છે. જાણો કઈ કંપનીઓ બહાર થઈ અને ઘટાડાનું મુખ્ય કારણ શું છે.

અપડેટેડ 09:25:24 AM Mar 18, 2026 પર
Story continues below Advertisement
Top 500 companies in the world: ભારતીય શેરબજારમાં તાજેતરમાં આવેલા કડાકાને કારણે દુનિયાની ટોપ 500 કંપનીઓના લિસ્ટમાંથી ઘણી ભારતીય બ્લુ-ચિપ કંપનીઓ બહાર થઈ ગઈ છે.

* Top 500 companies in the world: તાજેતરમાં ભારતીય શેરબજારમાં જે પ્રકારે ભારે ઉથલપાથલ અને વેચવાલી જોવા મળી છે, તેણે દેશની દિગ્ગજ (બ્લુ-ચિપ) કંપનીઓના વેલ્યુએશનને મોટો ફટકો આપ્યો છે. માર્કેટ કેપ (Market Cap)ના આધારે તૈયાર થતા દુનિયાની ટોપ 500 સૌથી મોટી કંપનીઓના લિસ્ટમાં હવે ભારતનું સ્થાન નબળું પડ્યું છે. આ ગ્લોબલ લિસ્ટમાં હવે ભારતની માત્ર 11 કંપનીઓ જ બચી છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત થઈ રહેલી વેચવાલી અને વૈશ્વિક અસ્થિરતાએ ભારતીય કંપનીઓના રેન્કિંગને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે.

કયા દેશની કેટલી કંપનીઓ છે લિસ્ટમાં?

માર્કેટ કેપ મુજબ દુનિયાની 500 સૌથી મોટી કંપનીઓની યાદીમાં અમેરિકાનો દબદબો કાયમ છે. ચાલો જોઈએ કયા દેશની કેટલી કંપનીઓ આ લિસ્ટમાં સામેલ છે:

* અમેરિકા (USA): 254

* ચીન (China): 41


* જાપાન (Japan): 34

* કેનેડા (Canada): 20

* ફ્રાન્સ (France): 20

* બ્રિટન (UK): 18

* જર્મની (Germany): 15

* ભારત (India): માત્ર 11

ભારતની કઈ 11 કંપનીઓએ લિસ્ટમાં ટકાવી રાખી છે જગ્યા?

દુનિયાની ટોપ 500 માં ભારતીય કંપનીઓની સંખ્યા ઘટીને હવે માત્ર 11 થઈ ગઈ છે. નોંધનીય છે કે, 2026 ની શરૂઆતમાં આ સંખ્યા 15 હતી અને સપ્ટેમ્બર 2024 માં 18 કંપનીઓ આ લિસ્ટનો ભાગ હતી. હાલમાં જે 11 કંપનીઓ લિસ્ટમાં છે તેમના નામ નીચે મુજબ છે:

* રિયાલન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)

* એચડીએફસી બેંક (HDFC Bank)

* ભારતી એરટેલ (Bharti Airtel)

* સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)

* આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)

* ટીસીએસ (TCS)

* બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)

* હિન્દુસ્તાન યુનિલિવર (HUL)

* ઇન્ફોસિસ (Infosys)

* એલઆઈસી (LIC)

* એલએન્ડટી (L&T)

stock market These big Indian companies

ભારતીય બ્લુ-ચિપ કંપનીઓના રેન્કિંગની હાલત

માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે આ 11 કંપનીઓના રેન્કિંગમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે:

રિયાલન્સ (Reliance): દેશની સૌથી મોટી કંપની રિયાલન્સ હાલમાં 84 માં સ્થાને છે. 2026 ની શરૂઆતમાં તે 73 માં અને સપ્ટેમ્બર 2024 માં 55 માં ક્રમે હતી.

બેન્કિંગ સેક્ટર: પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસી (HDFC Bank) સપ્ટેમ્બર 2024 ના 105 માં અને વર્ષની શરૂઆતના 96 માં સ્થાનથી ગબડીને 148 માં સ્થાને પહોંચી છે. આઈસીઆઈસીઆઈ (ICICI Bank) બેંક 168માં સ્થાનથી સીધી 247 માં સ્થાને આવી ગઈ છે.

આઇટી સેક્ટર (IT Sector): દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસ (TCS) 83 માં સ્થાનેથી પટકાઈને 260 માં સ્થાને આવી ગઈ છે. જ્યારે ઇન્ફોસિસ (Infosys) સપ્ટેમ્બર 2024 ના 205 માં ક્રમથી ગબડીને છેક 481 માં ક્રમે પહોંચી ગઈ છે.

અન્ય કંપનીઓ: બજાજ ફાઇનાન્સ 388 (સપ્ટેમ્બર 2024) થી ગબડીને 446 માં ક્રમે છે. એચયુએલ (HUL) 248 માં સ્થાનથી સીધી 473 માં સ્થાને આવી ગઈ છે. એલઆઈસી (LIC) પણ 279 માં સ્થાનથી નીચે આવીને 486 માં ક્રમે અને એલએન્ડટી (L&T) 363 માંથી ખસીને 493 માં ક્રમે પહોંચી છે.

કઈ કંપનીઓ ટોપ-500 માંથી સંપૂર્ણપણે બહાર ફેંકાઈ?

શેરબજારના કડાકાએ અમુક મોટી કંપનીઓને તો સીધી લિસ્ટની બહાર જ કરી દીધી છે. વર્ષ 2026 ની શરૂઆતમાં આઇટીસી (ITC), એચસીએલ ટેક (HCL Tech), સન ફાર્મા (Sun Pharma) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) આ લિસ્ટમાં સામેલ હતી, જે હવે બહાર થઈ ગઈ છે. આ ઉપરાંત સપ્ટેમ્બર 2024 માં લિસ્ટમાં રહેલી એનટીપીસી (NTPC), મારુતિ સુઝુકી (Maruti Suzuki) અને ટાટા મોટર્સ (Tata Motors) નું નામ પણ હવે આ ટોપ 500 માંથી ગાયબ થઈ ગયું છે.

શેરબજારમાં હાહાકાર મચવા પાછળના મુખ્ય કારણો

માર્કેટમાં આવેલી આ ભારે વેચવાલી પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું ભૌગોલિક-રાજકીય (Geo-political) ટેન્શન મોટો ભાગ ભજવી રહ્યું છે. આ ઉપરાંત ભારતીય કંપનીઓના મોંઘા વેલ્યુએશન, કંપનીઓના નફામાં ધીમી વૃદ્ધિ અને વિદેશી રોકાણકારો (FII) દ્વારા સતત શેરો વેચવામાં આવતા માર્કેટ પર દબાણ વધ્યું છે.

બીજું મોટું કારણ ક્રૂડ ઓઇલ (કાચું તેલ) છે. ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 100 ડોલરને પાર કરી જતાં માર્કેટ ગભરાયું છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 થી 90 ટકા ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે, જેથી તેના ભાવ વધતા અર્થતંત્રને સીધો ફટકો પડે છે. આ જ કારણોસર સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) માં 10-10 ટકાથી વધુનો કડાકો બોલી ગયો છે. બીએસઇ મિડકેપ (BSE Midcap) 9 ટકા અને સ્મોલકેપ (BSE Smallcap) 12 ટકાથી વધુ તૂટી ચૂક્યા છે.

દુનિયાની સૌથી મૂલ્યવાન (Valuable) કંપનીઓ કઈ છે?

જો ગ્લોબલ લેવલ પર નજર કરીએ તો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં 4.45 લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે એનવિડિયા (Nvidia) દુનિયાની સૌથી મોટી અને મૂલ્યવાન કંપની બની ગઈ છે.

ત્યારબાદ બીજા ક્રમે 3.71 લાખ કરોડ ડોલર સાથે એપલ (Apple) અને ત્રીજા ક્રમે 3.7 લાખ કરોડ ડોલર સાથે ગૂગલ (Google) બિરાજમાન છે.

આ લિસ્ટમાં ચોથા નંબરે માઇક્રોસોફ્ટ (Microsoft), પાંચમા ક્રમે એમેઝોન (Amazon) છે. જ્યારે છઠ્ઠા નંબર પર સાઉદી અરામકો (Aramco) અને મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms) જેવી કંપનીઓ ટોચના સ્થાનો પર કબજો જમાવીને બેઠી છે.

કહી શકાય કે, જ્યાં સુધી વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય નહીં થાય અને વિદેશી રોકાણકારોનો ભરોસો પાછો નહીં ફરે, ત્યાં સુધી ભારતીય કંપનીઓ માટે ફરીથી ગ્લોબલ લિસ્ટમાં પોતાનું વર્ચસ્વ જમાવવું એક મોટો પડકાર બની રહેશે.

આ પણ વાંચો- Share Market Today: બજારમાં પોઝિશન બદલવા માટે રહો તૈયાર! નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે જાણો આજની સચોટ ટ્રેડિંગ રણનીતિ

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Mar 18, 2026 9:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.