Semicon India 2026: પીએમ મોદીએ કર્યું સેમિકોન ઇન્ડિયાનું ભવ્ય ઉદ્ઘાટન, 52 દેશોની 600થી વધુ કંપનીઓનો જમાવડો | Moneycontrol Gujarati
Get App

Semicon India 2026: પીએમ મોદીએ કર્યું સેમિકોન ઇન્ડિયાનું ભવ્ય ઉદ્ઘાટન, 52 દેશોની 600થી વધુ કંપનીઓનો જમાવડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 'Semicon India 2026' નું ઉદ્ઘાટન કર્યું. આ ગ્લોબલ ઇવેન્ટમાં 52 દેશોની 600થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. જાણો સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 11:46:15 AM Sep 17, 2026 પર
Story continues below Advertisement
17 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 3 દિવસીય ગ્લોબલ ઇવેન્ટમાં દુનિયાભરના 52 દેશોની 600 થી વધુ કંપનીઓ અને અનેક સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે.

Semicon India 2026: ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે 'સેમિકોન ઇન્ડિયા 2026'નું શાનદાર ઉદ્ઘાટન કર્યું છે. આ ખાસ પ્રસંગે પીએમ મોદીની સાથે કેન્દ્રીય આઇટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

ઇવેન્ટની ભવ્યતા અને થીમ

17 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 3 દિવસીય ગ્લોબલ ઇવેન્ટમાં દુનિયાભરના 52 દેશોની 600 થી વધુ કંપનીઓ અને અનેક સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષના ભવ્ય કાર્યક્રમની થીમ ‘Silicon to Systems: Building the Ecosystem’ રાખવામાં આવી છે. જેનો સીધો અર્થ દેશમાં સિલિકોન ઇકોસિસ્ટમનો મજબૂત પાયો નાખવાનો છે. આ કાર્યક્રમમાં હજારો મુલાકાતીઓની સાથે 400 થી વધુ દિગ્ગજ એક્ઝિક્યુટિવ્સ અને સ્પીકર્સ પણ જોડાયા છે.

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0

ભારતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવા માટે આ ઇવેન્ટ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અંતર્ગત ચીપના ફેબ્રિકેશનથી લઈને તેની સપ્લાય ચેન સુધી ભારતનો પોતાનો કંટ્રોલ રહે તે બાબત પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ સપ્લાય ચેનમાં ભારતનું કદ વધારવા માટે તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે 1.25 લાખ કરોડ રૂપિયાના જંગી બજેટને મંજૂરી આપી દીધી છે.


ઇવેન્ટમાં શું પ્રદર્શિત કરવામાં આવશે?

આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેન પ્રદર્શિત કરવામાં આવશે. અહીં મુલાકાતીઓને નીચે મુજબની પ્રક્રિયાઓ જોવા અને સમજવા મળશે:

સેમિકન્ડક્ટર મટિરિયલ અને ચીપ ડિઝાઇનિંગ.

ચીપનું ફેબ્રિકેશન .

એડવાન્સ પેકેજિંગ ટેક્નોલોજી.

સરળ ભાષામાં કહીએ તો, અહીં સેમિકન્ડક્ટરના સંપૂર્ણ ઇકોસિસ્ટમનું પ્રેક્ટિકલ પ્રદર્શન જોવા મળશે.

વૈશ્વિક ભાગીદારી અને પીએમ મોદીનો 76મો જન્મદિવસ

સેમિકોન ઇન્ડિયા 2026 ના મંચ પરથી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને એક તાંતણે બાંધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં રોકાણકારો, નીતિ-ઘડવૈયાઓ અને રિસર્ચર્સ તો સામેલ છે જ, પરંતુ સાથે દેશની 650 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓ પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમનો હિસ્સો બન્યા છે.

સૌથી ખાસ વાત એ છે કે, ઉદ્ઘાટનના આ દિવસે પીએમ મોદી પોતાનો 76મો જન્મદિવસ પણ મનાવી રહ્યા છે. આ ખાસ અવસરે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇવેન્ટના મંચ પરથી જ વડાપ્રધાનને જન્મદિવસની વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો-8th Pay Commission Update: પગાર અને પેન્શનમાં બમ્પર વધારો? ચંડીગઢમાં 8માં પગાર પંચનું 3 દિવસીય મહામંથન શરૂ, જાણો લેટેસ્ટ અપડેટ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2026 11:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.