8th Pay Commission Update: 8માં પગાર પંચની ટીમ ચંડીગઢમાં 16 થી 18 સપ્ટેમ્બર સુધી 3 દિવસીય મિટિંગ કરી રહી છે. ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શન વધારા પર ચર્ચા. જાણો 1 કરોડ કર્મચારીઓ માટે શું છે અપડેટ.
આ 3 દિવસીય બેઠકની સીધી અસર દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સા પર પડવાની છે.
8th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8માં કેન્દ્રીય પગાર પંચની ટીમ હાલમાં ચંડીગઢના 3 દિવસના સત્તાવાર પ્રવાસે છે. આ મિટિંગ 16 થી 18 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે, જેમાં પગાર વધારા અને પેન્શન સુધારા પર સીધી ચર્ચા થઈ રહી છે.
આ 3 દિવસીય બેઠકની સીધી અસર દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સા પર પડવાની છે. નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આયોગની ટીમ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંડીગઢના કર્મચારી યુનિયનો, પેન્શનર મંડળો તેમજ રેલવે અને સંરક્ષણ વિભાગના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરી રહી છે. ચાલો જાણીએ આ બેઠકનો મુખ્ય એજન્ડા શું છે અને ભલામણો ક્યારે લાગુ થશે.
ચંડીગઢ બેઠકનો મુખ્ય એજન્ડા શું છે?
જોકે પગાર પંચ દ્વારા કોઈ સત્તાવાર એજન્ડા બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ અલગ-અલગ યુનિયનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રોના આધારે નીચેના મુખ્ય મુદ્દાઓ પર ગંભીર વિચાર-વિમર્શ થઈ રહ્યો છે:
ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor): કર્મચારીઓનો બેઝિક પગાર નક્કી કરવા માટે વપરાતા ફિટમેન્ટ ફેક્ટરને વધારવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
બેઝિક પગાર અને સેલરી સ્ટ્રક્ચર: મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને બેઝિક સેલરીનું નવું માળખું તૈયાર કરવું.
મોંઘવારી ભથ્થું (DA): ડીએની ગણતરી અને તેને પગારમાં મર્જ કરવાના નિયમોની સમીક્ષા.
ભથ્થાઓમાં વધારો: હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને ટ્રાવેલ એલાઉન્સ (TA) જેવી સુવિધાઓમાં સમય મુજબ જરૂરી વધારો કરવો.
પેન્શનમાં સુધારો: રિટાયરમેન્ટ પછીની આર્થિક સુરક્ષા અને પેન્શનરો માટે રિવાઇઝ્ડ પેન્શન સ્ટ્રક્ચર નક્કી કરવું.
કર્મચારી કલ્યાણ: કામના કલાકો, ભથ્થાં અને નોકરીની શરતોમાં સુધારો કરવો.
8માં પગાર પંચની ટીમમાં કોણ-કોણ સામેલ છે?
8માં પગાર પંચનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. તેમની સાથે આયોગના અન્ય મુખ્ય સભ્યોમાં આ બે નામો સામેલ છે:
નવેમ્બર 2025 માં રચાયેલા આ પંચ પાસે પોતાની અંતિમ ભલામણો સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય છે. આ મુજબ, પંચે પોતાનો ફાઈનલ રિપોર્ટ મે 2027 સુધીમાં સરકારને સોંપવાનો રહેશે.
જો આપણે અગાઉના પગાર પંચના ટ્રેન્ડ પર નજર કરીએ તો, રિપોર્ટ આવ્યા પછી તેની ભલામણોને સંપૂર્ણપણે લાગુ કરવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગી જાય છે. આ ગણતરી મુજબ, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને નવા પગાર પંચનો પૂરો લાભ 2029 અથવા 2030 સુધીમાં મળવાનું શરૂ થશે.
માર્ચ મહિનાથી શરૂ થયેલો આ પરામર્શનો દોર આયોગના ફાઈનલ ડ્રાફ્ટ માટે ખૂબ જ અગત્યનો છે. ઉત્તર ભારતના આ 4 મુખ્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુનિયનોનું ફીડબેક જ એ નક્કી કરશે કે પગાર પંચ સેલરી હાઈક અને ફિટમેન્ટ ફેક્ટર પર સરકારને અંતે શું ભલામણ મોકલશે. કર્મચારીઓ હવે આ મિટિંગના પોઝિટિવ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.