તહેવારોની સિઝનમાં RBI આપશે મોટો ઝટકો! રેપો રેટ વધતા તમારી Home Loan EMI વધશે, જાણો બેંક FD નું ગણિત | Moneycontrol Gujarati
Get App

તહેવારોની સિઝનમાં RBI આપશે મોટો ઝટકો! રેપો રેટ વધતા તમારી Home Loan EMI વધશે, જાણો બેંક FD નું ગણિત

RBI Repo Rate Hike: તહેવારોની સિઝનમાં RBI રેપો રેટમાં 0.25% નો વધારો કરી શકે છે. જેનાથી તમારી હોમ લોનની EMI મોંઘી થશે અને બેંક FD ના વ્યાજ દરો પર પણ અસર થશે. જાણો સંપૂર્ણ ગણિત.

અપડેટેડ 12:28:04 PM Sep 17, 2026 પર
Story continues below Advertisement
RBI આ બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%)નો વધારો કરી શકે છે. જો આવું થશે તો વર્તમાન રેપો રેટ 5.50% થી વધીને 5.75% થઈ જશે.

RBI Repo Rate Hike: અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરોમાં વધારો કર્યા પછી, હવે ભારતમાં પણ વ્યાજ દરો વધવાની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. દેશમાં વધતી મોંઘવારી અને કાચા તેલની આસમાને પહોંચેલી કિંમતોને જોતા નિષ્ણાતોનું માનવું છે કે ઓક્ટોબર 2026 માં યોજાનારી MPCની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોટો નિર્ણય લઈ શકે છે.

નિષ્ણાતોના મતે, RBI આ બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%)નો વધારો કરી શકે છે. જો આવું થશે તો વર્તમાન રેપો રેટ 5.50% થી વધીને 5.75% થઈ જશે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે રિઝર્વ બેંક આવું પગલું શા માટે ભરી શકે છે અને તમારા ખિસ્સા પર તેની શું અસર પડશે.

આરબીઆઈ શા માટે કડક વલણ અપનાવી શકે છે?

* અમેરિકન ફેડના નિર્ણય સિવાય ભારતના આંતરિક આર્થિક સમીકરણો પણ RBI ને આ માટે મજબૂર કરી રહ્યા છે.

* ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી દર (Retail Inflation) વધીને 4.82% પર પહોંચી ગયો છે, જે જુલાઈમાં 4.45% હતો.


* અલ-નીનોની અસરના કારણે નબળું ચોમાસું, ખાવા-પીવાની ચીજવસ્તુઓના વધતા ભાવ અને કાચા તેલની કિંમત બેરલ દીઠ $100 ની નજીક પહોંચવાના કારણે દેશમાં મોંઘવારી 6% ની ઉપલી મર્યાદાને પાર કરી શકે છે.

* જો અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ નબળો પડશે તો ક્રૂડ ઓઈલનું ઈમ્પોર્ટ બિલ (આયાત ખર્ચ) ઘણું વધી જશે, જે મોંઘવારીને વધુ ભડકાવશે.

* SBI, HSBC, ડોઇશ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે RBI ઓક્ટોબર અને ડિસેમ્બરની બેઠકોમાં 25-25 બેસિસ પોઈન્ટ (BPS) ના બે હપ્તામાં રેપો રેટ વધારી શકે છે.

તમારી હોમ લોનની EMI પર શું અસર થશે?

જો ઓક્ટોબરમાં રેપો રેટમાં 0.25% નો વધારો થશે તો તેની સીધી અસર તમારી રિટેલ લોન પર પડશે. આજકાલ મોટાભાગની હોમ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક (EBLR) સાથે જોડાયેલી હોય છે. રેપો રેટ વધતા જ બેંકો લોનના વ્યાજ દરો સીધા વધારી દેશે. આનાથી આગામી રિસેટ ડેટ પર કાં તો તમારી માસિક EMI વધી જશે અથવા તો લોન ચૂકવવાનો સમયગાળો લાંબો થઈ જશે.

ઉદાહરણથી સમજો ગણિત: જો તમે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો 0.25% વ્યાજ દર વધવાથી તમારી EMI માં દર મહિને 400 થી 500 રૂપિયાનો વધારો થઈ શકે છે.

બેંક ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણકારો માટે શું સમાચાર છે?

સામાન્ય રીતે જ્યારે રેપો રેટ વધે છે ત્યારે બેંકો FD ના વ્યાજ દરોમાં પણ વધારો કરે છે. જોકે, લોનની જેમ આ વધારો તરત જ લાગુ થતો નથી. બેંકો બજારમાં નાણાંની પ્રવાહિતા, તેમના એસેટ-લાયબિલિટી મેનેજમેન્ટ અને ફંડની જરૂરિયાતોના આધારે FDના દરોમાં ફેરફાર કરે છે. આગામી સમયમાં વ્યાજ દરો વધવા પર બેંકો સ્પેશિયલ મેચ્યોરિટીવાળી FD પર વ્યાજ વધારી શકે છે. આનાથી નવા રોકાણકારો અને સિનિયર સિટીઝન્સને વધુ સારું રિટર્ન મળવાની સંભાવના છે.

આ પણ વાંચો- Semicon India 2026: પીએમ મોદીએ કર્યું સેમિકોન ઇન્ડિયાનું ભવ્ય ઉદ્ઘાટન, 52 દેશોની 600થી વધુ કંપનીઓનો જમાવડો

(ખાસ નોંધ: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસથી લો.)

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2026 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.