Stock Market Alert: આવતીકાલે 3 મોટી કંપનીઓના 76,000 કરોડના શેર થશે 'ફ્રી', જાણો તમારા પોર્ટફોલિયો પર શું થશે અસર
Stock Market Alert: શેરબજારમાં આવતીકાલે મોટી હલચલ જોવા મળી શકે છે. LG ઈન્ડિયા, રુબિકોન રિસર્ચ અને BCCL ના 76,415 કરોડથી વધુના શેરનો લોક-ઈન પિરિયડ 15 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. જાણો કયા શેરમાં કેટલું જોખમ છે.
Stock Market Alert: શેરબજારમાં આવતીકાલે મોટી હલચલ જોવા મળી શકે છે.
Stock Market Alert: ભારતીય શેરબજારમાં આવતીકાલે એટલે કે બુધવાર, 15 એપ્રિલના રોજ મોટી હલચલ જોવા મળી શકે છે. ત્રણ દિગ્ગજ કંપનીઓ - રુબિકોન રિસર્ચ લિમિટેડ (Rubicon Research), LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા (LG Electronics India) અને ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) ના શેરધારકો માટેનો ‘લોક-ઈન પિરિયડ' (Lock-in Period) પૂરો થઈ રહ્યો છે.
સોમવારના ક્લોઝિંગ પ્રાઈસ મુજબ, અંદાજે 76,415 કરોડની કિંમતના શેર હવે માર્કેટમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. સરળ ભાષામાં કહીએ તો, આ શેર અત્યાર સુધી 'લોક' હતા જે હવે બજારમાં વેચી શકાશે.
શું છે આ ત્રણેય શેરની વિગત?
1. LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા (LG Electronics India)
આ લિસ્ટમાં સૌથી મોટું નામ LG ઈન્ડિયાનું છે. કંપનીના આશરે 441.2 મિલિયન શેર, જે કુલ ઇક્વિટીના 65% છે, તે 15 એપ્રિલે લોક-ઈનમાંથી મુક્ત થશે.
કિંમત: હાલના ભાવ મુજબ આ શેરની વેલ્યુ 66,339 કરોડ છે.
દેખાવ: ઓક્ટોબર 2025 માં આવેલા આ ધમાકેદાર IPO એ રોકાણકારોને સારુ વળતર આપ્યું છે. સોમવારે શેર 1,503.5 પર બંધ થયો હતો, જે તેની ઇશ્યૂ પ્રાઈસ (1,140) થી 32% પ્રીમિયમ પર છે.
2. રુબિકોન રિસર્ચ લિમિટેડ (Rubicon Research)
રુબિકોન રિસર્ચનો 6 મહિનાનો લોક-ઈન પિરિયડ પણ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે. કંપનીના 99.6 મિલિયન શેર એટલે કે 60% ઇક્વિટી હવે ટ્રેડિંગ માટે પાત્ર બનશે.
કિંમત: આ શેરની બજાર કિંમત આશરે 8,137 કરોડ છે.
નફો: આ સ્ટોક અત્યારે રોકાણકારો માટે જેકપોટ સાબિત થયો છે. 485 ના IPO પ્રાઈસ સામે શેર અત્યારે 817 પર ટ્રેડ કરી રહ્યો છે, જે લગભગ 68% નો જંગી નફો દર્શાવે છે.
3. ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)
કોલ ઈન્ડિયાની સબસિડિયરી એવી આ સરકારી કંપનીનો 3 મહિનાનો ટૂંકો લોક-ઈન પિરિયડ પૂરો થઈ રહ્યો છે.
વિગત: કંપનીના 59.4 મિલિયન શેર (1% ઇક્વિટી) જેની કિંમત 1,939 કરોડ છે, તે ફ્રી થશે.
સબસ્ક્રિપ્શન: આ IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને તે 146.8 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. હાલમાં શેર 32.65 પર છે, જે તેના IPO ભાવ 23 થી 42% ઉપર છે.
રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ?
લોક-ઈન પિરિયડ પૂરો થવાનો અર્થ એ નથી કે શેરધારકો તરત જ પોતાના શેર વેચી દેશે. તેનો સીધો અર્થ એ છે કે હવે આ શેર બજારમાં વેચવા માટે 'એલિજિબલ' છે. જો મોટા રોકાણકારો કે પ્રમોટર્સ પ્રોફિટ બુકિંગ કરવાનું નક્કી કરે, તો આ શેરોમાં વેચવાલીનું દબાણ આવી શકે છે અને ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
જો તમે આ ત્રણમાંથી કોઈપણ કંપનીમાં રોકાણ કર્યું હોય અથવા નવા રોકાણનો પ્લાન કરી રહ્યા હોવ, તો આવતીકાલે બજારના સેન્ટિમેન્ટ અને ટ્રેડિંગ વોલ્યુમ પર ખાસ નજર રાખવી જરૂરી છે. લોક-ઈન ખુલ્યા બાદ ઘણીવાર શેરમાં વોલેટિલિટી (અસ્થિરતા) વધી જતી હોય છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.