2026ના 4 મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે YES BANK બની ટીમ ઈન્ડિયાની 'ઓફિશિયલ રિટેલ બેન્કિંગ પાર્ટનર', IOA સાથે કરી ડીલ | Moneycontrol Gujarati
Get App

2026ના 4 મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે YES BANK બની ટીમ ઈન્ડિયાની 'ઓફિશિયલ રિટેલ બેન્કિંગ પાર્ટનર', IOA સાથે કરી ડીલ

વર્ષ 2026 માં યોજાનાર 4 મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે યસ બેંકે IOA સાથે ડીલ કરી છે. યસ બેંક હવે ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ રિટેલ બેન્કિંગ પાર્ટનર બની.

અપડેટેડ 08:37:22 AM Jul 23, 2026 પર
Story continues below Advertisement
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષાએ પણ આ ભાગીદારીને આવકારી છે. તેમણે કહ્યું, "અમે યસ બેંકને અમારા લાંબા ગાળાના પાર્ટનર તરીકે આવકારીએ છીએ.

YES BANK IOA partnership: દેશની અગ્રણી ખાનગી બેંકોમાંની એક યસ બેંક દ્વારા રમતગમત ક્ષેત્રે એક ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. યસ બેંકે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) સાથે હાથ મિલાવ્યા છે. વર્ષ 2026 માં યોજાનારી 4 મોટી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે યસ બેંક હવે ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ રિટેલ બેન્કિંગ પાર્ટનર બની ગઈ છે.

અગાઉ પેરિસ ઓલિમ્પિકમાં સફળ ભાગીદારી બાદ, બેંકે દેશમાં રમતગમતના ભવિષ્યને વધુ બહેતર બનાવવા માટે આ લાંબા ગાળાનું જોડાણ કર્યું છે.

આ 4 મોટા ઈવેન્ટ્સમાં મળશે બેંકનો સપોર્ટ

વર્ષ 2026 માં યોજાનારી નીચે મુજબની 4 મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં યસ બેંક ભારતીય ખેલાડીઓને સમર્થન આપશે.

કોમનવેલ્થ ગેમ્સ 2026 (ગ્લાસગો, સ્કોટલેન્ડ)


એશિયન ગેમ્સ 2026 (આઈચી-નાગોયા, જાપાન)

યુથ ઓલિમ્પિક ગેમ્સ 2026 (ડાકાર, સેનેગલ)

એશિયન ઈન્ડોર એન્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સ 2026 (રિયાધ, સાઉદી અરેબિયા)

આ ચારેય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં વેઈટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો, તીરંદાજી, ક્રિકેટ અને બેડમિન્ટન જેવી 100 થી વધુ અલગ-અલગ રમતોમાં ભારતીય એથ્લેટ્સ ભાગ લેશે.

'ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવો અમારા માટે ગર્વની વાત છે'

યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિનય એમ. ટોન્સેએ આ કરાર વિશે જણાવ્યું હતું કે, "વર્ષ 2026 ની 4 મોટી ઈવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે IOA સાથે જોડાવું એ અમારા માટે ગર્વની વાત છે. રમત-ગમત દેશને પ્રેરણા આપે છે. જ્યારે ટીમ ઈન્ડિયા કરોડો ભારતીયોની આશાઓ સાથે વૈશ્વિક મંચ પર ઉતરશે, ત્યારે અમે અમારા એથ્લેટ્સની પડખે મજબૂતીથી ઊભા રહીશું."

'સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ વધુ મજબૂત બનશે'

ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષાએ પણ આ ભાગીદારીને આવકારી છે. તેમણે કહ્યું, "અમે યસ બેંકને અમારા લાંબા ગાળાના પાર્ટનર તરીકે આવકારીએ છીએ. આ ભાગીદારીથી ભારતની સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમને નવી તાકાત મળશે. આ ડીલ 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવામાં અને રમતગમતના વિકાસમાં મોટો ફાળો આપશે."

યુવા ખેલાડીઓ અને ભારત-જાપાન સંબંધોને મળશે વેગ

આવનારા 6 મહિનામાં, યસ બેંક 17 વર્ષથી ઓછી ઉંમરના યુથ ઓલિમ્પિક ગેમ્સ અને માર્શલ આર્ટ્સના એથ્લેટ્સને પણ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉપરાંત, 2026 માં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ દ્વારા ભારત અને જાપાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.

મહત્વનું છે કે, યસ બેંક એ ભારતની અગ્રણી બેંકોમાં સ્થાન ધરાવે છે. દેશના 300 જિલ્લાઓમાં તેની 1300થી વધુ બ્રાન્ચ અને 1350 થી વધુ એટીએમ આવેલા છે. આ ઉપરાંત ગુજરાતની ગિફ્ટ સિટી અને અબુ ધાબીમાં પણ તેની હાજરી છે. યસ બેંક અને IOAની આ ડીલ આવનારા વર્ષોમાં ભારતીય રમતગમત માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

આ પણ વાંચો- EPF Rules 2026: શું ખરેખર બદલાઈ ગયા છે તમારા PF એકાઉન્ટના નિયમો? જાણો નોકરિયાત વર્ગ માટે 5 સૌથી અગત્યની વાતો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 23, 2026 8:37 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.