એગ્રી કૉમોડિટી સ્પેશલ: દેશમાં અનાજ અને શુગર આઉટલૂક પર ચર્ચા | Moneycontrol Gujarati
Get App

એગ્રી કૉમોડિટી સ્પેશલ: દેશમાં અનાજ અને શુગર આઉટલૂક પર ચર્ચા

મંથલી શુગર એક્સપોર્ટ કોટા રિલીઝ થયો. 10 લાખ મેટ્રિક ટન એક્સપોર્ટને મંજૂરી. 2024-25 સીઝન માટે આપવામાં મંજૂરી આવી. 2023-24માં એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યા હતા. સ્થાનિક સપ્લાઈને વધારવા સપ્લાઈ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

અપડેટેડ 01:28:02 PM Feb 14, 2025 પર
Story continues below Advertisement
આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાદ્ય તેલ અને ખાદ્યાન્ન પર ફોકસ રહ્યું, જ્યાં સરકારના ખાદ્યાન્ન સ્ટોકમાં 18%નો વધારો નોંધાયો

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાદ્ય તેલ અને ખાદ્યાન્ન પર ફોકસ રહ્યું, જ્યાં સરકારના ખાદ્યાન્ન સ્ટોકમાં 18%નો વધારો નોંધાયો, આ સાથે જ શુગરના આઉટલૂક પર પણ નજર રહી, કેમ કે અહીં ફરી એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવી છે, વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલની કિંમતોમાં ફરી ઉછાળો આવતા હવે ત્યાં કેવું આઉટલૂક બની રહ્યું છે તેની સાથે અન્ય એગ્રી કૉમોડિટીમાં કઈ રીતે કારોબાર થઈ રહ્યો છે.

ખાદ્ય તેલના ઇમ્પોર્ટની સ્થિતી

નેપાળથી રિફાઈન્ડ ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ વધ્યું. ડ્યૂટી ન હોવાના કારણે મોટા પ્રમાણમાં આવક છે. રિફાઈન્ડ સોયાબીન, પામ ઓઈલનો ઇમ્પોર્ટ વધ્યો. 4 મહિનામાં 1.94 લાખ ટન તેલ ઇમ્પોર્ટ કર્યું. દર મહિને 50000-60000 ટન ઓઈલનું ઇમ્પોર્ટ કર્યુ.


SEAની ચિંતા

SEAએ કેન્દ્રને પત્ર લખ્યો. SAFTA સાથે ફરી વાતચીત કરવાની માગ કરી છે. રિફાઈન્ડ તેલની ફ્રી ડ્યૂટી ઇમ્પોર્ટને સસ્પેન્ડ કરવાની માગ છે. એગ્રી કૉમોડિટી ઇમ્પોર્ટ પર SAFTA સાથે ફરી ચર્ચા કરે છે. સ્થાનિક રિફાઈન્ડ, ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. સરકારના રેવેન્યૂને પણ નુકસાન થઈ રહ્યું છે.

ખાદ્ય તેલ બગાડશે ખેલ?

ઇન્ટરનેશનલ માર્કેટમાં વધ્યા ખાદ્ય તેલના ભાવ છે. 2 મહિનાની ઉંચાઈએ પહોંચી પામ ઓઈલની કિંમતો છે. મલેશિયામાં 4660 રિંગિટને પાર પહોંચ્યા ભાવ. સોયાબીનમાં 1 મહિનાના નીચલા સ્તરેથી આવી રિકવરી. આશરે 3 મહિનાની ઉંચાઈ પર પહોંચ્યું સનફ્લાવર ઓઈલ. 2025ની શરૂઆતથી 2%થી વધારે વધ્યો રાઈનો ભાવ.

દેશમાં પૂરતો ખાદ્ય ભંડાર

સરકારના ખાદ્યાન્ન સ્ટોકમાં 18%નો વધારો. પાછલા વર્ષની સામે ઘઉંનો સ્ટોક 22% વધ્યો. પાછલા વર્ષની સામે ચોખાનો સ્ટોક 17% વધ્યો. સરકારે OMSS હેઠળ 10 મિલિયન ટન ઘઉં વેચ્યા હતા. આ વર્ષે મોડેથી શરૂ થયું ઘઉંનું વેચાણ. FCI ઇથેનોલ ડિસ્ટિલરીને `2250/ક્વિંટલ ચોખા વેચશે. સરકારને બજારમાં ઉતાર-ચઢાવમાં મદદ મળશે.

એક્સપોર્ટ થશે શુગર

મંથલી શુગર એક્સપોર્ટ કોટા રિલીઝ થયો. 10 લાખ મેટ્રિક ટન એક્સપોર્ટને મંજૂરી. 2024-25 સીઝન માટે આપવામાં મંજૂરી આવી. 2023-24માં એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યા હતા. સ્થાનિક સપ્લાઈને વધારવા સપ્લાઈ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 14, 2025 1:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.