આ સપ્તાહ ટેરિફને લઈ US-ચાઈના-મેક્સિકો- કેનેડા બધા પર ફોકસ રહ્યું, પણ સૌથી વધારે અસર જે સમાચારનું જોવા મળ્યું તે છે, US તરફથી ઇમ્પોર્ટેડ એગ્રી પ્રોડક્ટ પર ટેરિફ લગાવવાની જાહેરાત. US 2જી એપ્રિલથી ઇમ્પોર્ટેડ એગ્રી પ્રોડક્ટ પર ટેરિફ લગાવશે, આના જવાબમાં ચાઈનાએ પણ US પર ટેરિફ લગાવ્યા છે, જેમાં કૉટન, ઘઉં, સોયાબીન સહિત અન્ય એગ્રી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. ગ્લોબલ ફ્રન્ટ પર જે ટેરિફ વૉર ચાલી રહી છે, તેની એગ્રી સેક્ટર અને કૉમોડિટીઝ પર કેવી અસર થશે તે જાણીએ.
US એગ્રી પ્રોડક્ટ પર લગાવશે ટેરિફ !
ટ્રમ્પે ભારત, ચીન, દક્ષિણ કોરિયા, મેક્સિકો અને કેનેડા પર ટેરિફની વાત કરી. બીજી એપ્રિલથી આ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની વાત છે. USમાં ઇમ્પોર્ટેડ એગ્રી પ્રોડક્ટ પર ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે ભારત USના પ્રોડક્ટ પર 100% જેટલો ટેરિફ ચાર્જ કરે છે. ઇમ્પોર્ટેડ એગ્રી પ્રોડક્ટ પર ટેરિફનો ફાયદો ખેડૂતોને થશે.
ચાઇનાનો અમેરિકાને જવાબ
અમેરીકાના એગ્રી પ્રોડક્ટ પર 15% ટેરિફ લાદશે. ચિકન,કોટન સહિત ઘણી વસ્તુ પર 15% ટેરિફ લગાવશે. ચીનમાં અમેરિકાથી આયાત થતાં રૂને બ્રેક લાગશે. અગાવ ટ્રમ્પએ ચીનથી આયાત થતી વસ્તુંઓ પર 10% ટેરિફ લગાડી હતી. સોયાબીન, બીફ,ફળ પર 10%નો ટેરિફ લગાવશે. 10 માર્ચથી અમેરિકા પર ટેરિફ લાગૂ. 'અનરિલાયબલ' લિસ્ટમાં 10 અમેરિકન કંપનીઓનો સમાવેશ થશે. એક્સપોર્ટ કંટ્રોલની લિસ્ટમાં 15 અમેરિકન કંપનીઓનો સમાવેશ થશે. ચાઇના ટેરિફ સામે WTOને પણ ફરિયાદ કરશે.
US કૉટન ફ્યૂચર્સના ભાવ જૂન 2020ના નીચલા સ્તરની પાસે પહોંચ્યા. 2 એપ્રિલથી US ઇમ્પોર્ટેડ એગ્રી પ્રોડક્ટ પર ટેરિફ લગાવશે. ચીન US કોટનનો મોટો આયાતકાર છે. ચીનએ અમેરિકાથી આયાત થતા કૉટન ર 15% ટેરિફ લાગૂ કર્યા.
કૉટન ઉત્પાદન પર અપડેટ
બ્રાઝિલ અને પાકિસ્તાન વચ્ચે કપાસનું વાવેતર અને ઉત્પાદન વધારવા સમજૂતિ કરાર થયા. પાકને વાવેતર વધારવા માટે નવી ટેક્નોલોજી બ્રાઝિલ પુરી પાડશે. બ્રાઝિલનું રૂનું ઉત્પાદન નવી સીઝનમાં 229.32 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ડૉલરમાં નરમાશ અને ચીનના કૉટન બજારમાં તેજીથી ન્યૂયોર્ક રૂ વાયદા વધ્યા.
કિંમતો ઘટીને 2 મહિનાના નીચલા સ્તરે પહોંચી. ચીને US આયાત પર 10% ટેરિફ સાથે વળતો પ્રહાર કર્યો.
ખાદ્યતેલ પર ટેરિફ વૉરની અસર
આવનાર દિવસોમાં સોયાબીન અને સોયતેલના ભાવ વધુ ઘટી શકે છે. US-ચાઈના વચ્ચે ટેરિફ વૉરથી સોયાબીન ટ્રેડ પર મોટી અસર થશે. ચીને US સોયાબીનના ઇમ્પોર્ટ પર 10% ટેરિફ લગાવ્યો. અમેરિકાની 3 સોયાબીનનું એક્સપોર્ટ કરનારી કંપનીઓ પર પણ પ્રતિબંધ છે. શિપમેન્ટની સમસ્યાના કારણે શિકાગો સોયા કોમ્પલેક્સમાં મંદી જોઈ. ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ સોયાતેલમાં મંદીના ચાન્સ વધ્યા. USમાં બાયોડિઝલ માટે સોયાતેલના વપરાશમાં ઘટાડો થયો.