Edible Oil Price: તહેવારો પૂરા થવા છતાં ખાદ્યતેલના ભાવ (Edible Oil Price) માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ભાવમાં 6 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં ભાવમાં 31 ટકાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધારાને કારણે તેલના ભાવમાં વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
ખાદ્યતેલ એક વર્ષમાં આટલું મોંઘુ થયું - સીંગતેલ એક વર્ષમાં 175 રૂપિયાથી વધીને 178 રૂપિયા થઈ ગયું. સરસવનું તેલ 125 રૂપિયાથી વધીને 152 રૂપિયા પ્રતિ લીટર થયું છે. સોયાબીન તેલ એક વર્ષમાં ₹112થી વધીને ₹130 થયું હતું. એક વર્ષમાં સનફ્લાવર ઓઈલ 112 રૂપિયા પ્રતિ લીટરથી 136 રૂપિયા અને પામ ઓઈલ 90 રૂપિયાથી 118 રૂપિયા થઈ ગયું છે.
વાસ્તવમાં સરકાર દ્વારા ડ્યુટીમાં વધારાને કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સરકારે સપ્ટેમ્બરમાં ડ્યુટીમાં વધારો કર્યો હતો, જેના કારણે ખાદ્યતેલની કિંમતો હજુ પણ વધી રહી છે. ડ્યુટી સીધી 20 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવી હતી.
ભારત પોતાની જરૂરિયાતના 57 ટકા તેલની આયાત કરે છે. વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં પામ ઓઈલના ભાવમાં 12 ટકાનો વધારો થયો છે.