યૂએસ યીલ્ડમાં ઘટાડાના કારણે માંગ વધતા સોનાને સપોર્ટ મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ 1895 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58195 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ડૉલર ઇન્ડેક્સમાં નરમાશની પણ પોઝીટીવ અસર બનતી દેખાઈ રહી છે.
યૂએસ યીલ્ડમાં ઘટાડાના કારણે માંગ વધતા સોનાને સપોર્ટ મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ 1895 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58195 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ડૉલર ઇન્ડેક્સમાં નરમાશની પણ પોઝીટીવ અસર બનતી દેખાઈ રહી છે.
સોના સાથે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં 22 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુની તેજી સાથે 69,930ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
તો ભૌગોલિક તણાવને કારણે ક્રૂડની સપ્લાયની ચિંતા ઓછી થવાથી ક્રૂડમાં રિકવરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 86 ડૉલરને પાસ નીકળતી જોવા મળી. તો nymexમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. જ્યારે સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો પોણા ટકાની તેજી સાથે કિંમતો 275 આસપાસ પહોંચતી જોવા મળી.
ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ મેટલ્સમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો, જ્યાં સ્થાનિક બજારમાં કોપર અને ઝિંકમાં સૌથી સારી ખરીદદારી જોવા મળી હતી. જ્યારે એલ્યુમિનિયમમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું તો લેડમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. તો LME પર કોપર સિવાય તમામ મેટલ્સમાં દબાણ બનતું જોવા મળ્યું.
મસાલા પેકે શરૂઆતી કારોબારના દબાણને તોડ્યું. જ્યાં સૌથી વધુ જીરામાં એક ટકા ઉપરની તેજી જોવા મળી રહી છે તો હળદર અને ધાણામાં મામૂલી તેજી જોવા મળી રહી છે. ત્યારે ગુવાર પેકમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ગુવાર ગમ અને ગુવાર સીડમાં અડધઆ ટકા ઉપરની નરમાશ જોવા મળી રહી છે. તો કપાસિયા ખોળમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.