કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉપલા સ્તરેથી ઘટાડો, મેટલમાં આજે સામાન્ય મજબૂતી
ચાંદીમાં પણ આજે દબાણ છે. ચાંદીમાં પણ 32 ડોલરના સ્તર પાસે પહોંચ્યા બાદ આજે દબાણ આવતું જોવા મળી રહ્યું છે. જોકે ભાવ હજુ પણ 31 ડોલરના સ્તરની ઉપર જ છે. mcx પર ભાવ 90000 હજારની નીચે આવ્યા છે.
મેટલમાં આજે સામાન્ય તેજી છે. શુક્રવારે ડોલર ઈન્ડેક્સમાં આવેલા દબાણને પગલે LME પર મેટલના ભાવમાં મજબૂતી આવી હતી. જેને પગલે આજે MCX પર પણ સામાન્ય મજબૂતી જોવા મળી રહી છે.
સોનામાં ગયા સપ્તાહે આવેલા 5.5 ટકાના ઉછાળા બાદ આજે ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે. કોમેક્સ પર ભાવ 2700ની નીચે છે. બીજી તરફ mcx પર પણ આજે સવા એક ટકાનો ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે 2700નું સ્તર પાર કર્યા બાદ ફરી એકવાર પુલબેક જોવા મળ્યું છે. ગયા સપ્તાહે સોનામાં 5.5%નો ઉછાળો આવ્યો. બે વર્ષમાં સૌથી સારો સાપ્તાહિક ઉછાળો આવ્યો.
ચાંદીમાં પણ આજે દબાણ છે. ચાંદીમાં પણ 32 ડોલરના સ્તર પાસે પહોંચ્યા બાદ આજે દબાણ આવતું જોવા મળી રહ્યું છે. જોકે ભાવ હજુ પણ 31 ડોલરના સ્તરની ઉપર જ છે. mcx પર ભાવ 90000 હજારની નીચે આવ્યા છે. ચાંદીના ભાવ $31/ઔંસ ઉપર યથાવત્ છે. ડિસેમ્બરમાં US ફેડના વ્યાજદર કાપને માર્કેટ 60% પચાવી લીધું.
મેટલમાં આજે સામાન્ય તેજી છે. શુક્રવારે ડોલર ઈન્ડેક્સમાં આવેલા દબાણને પગલે LME પર મેટલના ભાવમાં મજબૂતી આવી હતી. જેને પગલે આજે MCX પર પણ સામાન્ય મજબૂતી જોવા મળી રહી છે.
ટેરિફ, ઈમિગ્રેશન અને ટેક્સ પર ટ્રમ્પની નીતિઓની રાહ છે. આ સપ્તાહે ચીનમાં 1 વર્ષના મધ્યમ ગાળાના લેન્ડિંગ દર પર નિર્ણય રહેશે. સ્મેલટર્સે ઉત્પાદ વધારતા ચીનના ટ્રીટમેન્ટ ચાર્જ સુધરશે.
આજે ક્રૂડમાં દબાણ સાથેના કોરાબોર છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે 5 ટકાનો ઉછાળો ક્રૂડમાં આવ્યો હતો. સાથે જ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તિવ્ર બન્યા બાદ આજે ગયા સપ્તાહે તેજી આવી હતી. ત્યાંથી આજે ઘટાડો છે. USએ રશિયાના Gazprombank પર વધુ પ્રતિબંધો મૂક્યા. USએ 30 ચીનની કંપનીઓથી આયાત પર પ્રતિબંધ મૂક્યો. ચીને ટ્રેડ વધારવા માટે નવા પગલાં જાહેર કર્યા.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, પામોલીનમાં કારોબાર 3 અઠવાડિયાના નીચલા સ્તરે કારોબાર છે. ગત અઠવાડિયે ભાવ 8% ઘટ્યા હતા. ભારત પાસે નવેમ્બર-ડિસેમ્બર મહિના માટે પુરતો પુરવઠો છે. રબરમાં કારોબારની વાત કરીએ તો 1 અઠવાડિયાના ઉચ્ચત્તમ સ્તર પર કારોબાર છે. થાઈલેન્ડ, મલેશિયામાં ઉત્પાદનમાં ઘટાડો થયો.