કોમોડિટી લાઇવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર

આજે mcx પર બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. એલ્યુમિનિયમ અને લેડમાં દબાણ છે તો કોપરમાં અડધા ટકાનો ઘટાડો છે તેમ જ ઝિંક પણ દબાણમાં છે. LME પર તમામ બેઝ મેટલ્સમાં દબાણ છે... ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીને પગલે બેઝ મેટલ્સમાં દબાણ છે.

અપડેટેડ 11:49:05 AM Dec 02, 2024 પર
Story continues below Advertisement
ચાંદીમાં પણ સોનાના પગલે દબાણ જોવા મળ્યું છે. કોમેક્સ પર ચાંદી દોઢ ટકાથી વધુ ઘટીને આજે 31 ડોલરની નીચે પહોંચી ગઈ છે.. તો mcx પર માર્ચ વાદયો હજુ 90 હજાર પર ટક્યો છે.

સોનામાં આજે દબાણ જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રી બજારમાં સોનામાં ભાવમાં એક ટકાનો ઘટાડો છે અને ભાવ 2650 ડોલરની નીચે પહોંતી ગયા હતા. તો MCX પર પણ દબાણ જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ડોલર ઈન્ડેક્સમાં નીચલા સપ્તાહે પહોંચ્યો હતો જ્યાંથી રિકવરી આવી છે જેના કારણે પણ સોનામાં દબાણ બન્યું છે.

આજે સોનામાં દબાણ સાથે કારોબાર થશે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીથી દબાણ આવ્યું. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં પણ દબાણ છે. નવેમ્બરમાં સોનામાં વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. ગયા સપ્તાહે સોનું 2% અને નવેમ્બરમાં 3% ઘટ્યું. ડોલર ઈન્ડેક્સમાં નવેમ્બરમાં 2%નો ઉછાળો છે. ટ્રમ્પની જીત બાદ US ડોલર મજબૂત થતાં ભાવ ઘટ્યા.

ચાંદીમાં પણ સોનાના પગલે દબાણ જોવા મળ્યું છે. કોમેક્સ પર ચાંદી દોઢ ટકાથી વધુ ઘટીને આજે 31 ડોલરની નીચે પહોંચી ગઈ છે.. તો mcx પર માર્ચ વાદયો હજુ 90 હજાર પર ટક્યો છે.


આજે mcx પર બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. એલ્યુમિનિયમ અને લેડમાં દબાણ છે તો કોપરમાં અડધા ટકાનો ઘટાડો છે તેમ જ ઝિંક પણ દબાણમાં છે. LME પર તમામ બેઝ મેટલ્સમાં દબાણ છે... ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીને પગલે બેઝ મેટલ્સમાં દબાણ છે. બીજી તરફ ચીલીના CODELCO દ્વારા ઉત્પાદન વધારવામાં આવ્યું છે જેને પગલે કોપરમાં ઉછાળો જોવા મળ્યો છે.

LME પર તમામ મેટલ્સમાં આજે દબાણ છે. ડોલર ઈન્ડેક્સ નીચલા સ્તરેથી વધતા કોપરમાં દબાણ છે. USની ચીન પર 10%ના વધુ ટેરિફની તૈયારી છે. ચીલી દ્વારા ઉત્પાદન વધારો કરાતા ભાવમાં ઘટાડો આવ્યો. Codelcoનું 2024માં ઉત્પાદન 0.5% વધી 1.331 mt રહેવાનું અનુમાન છે.

ગયા સપ્તાહના ઘટાડા બાદ આજે બ્રેન્ટ અને WITમાં તેજી છે. બ્રેન્ટ અડધા ટકાના ઉછાલા સાથે 72 ડોલરને પાર છે જ્યારે MCX પર સામાન્ય દબાણ છે. 2025માં ક્રૂડની સપ્લાયમાં વધારો થવાની આશા IEA દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

શરૂઆતી ટ્રેડમાં ક્રૂડમાં સામાન્ય મજબૂતી છે. OPECની 5 ડિસેમ્બરે બેઠક થશે. OPEC ઉત્પાદન વધારે ટાળે તેવી વકીએ તેજી છે. ઈઝરાયેલ- હિઝબુલ્લાહ વચ્ચેનું ઘર્ષણ ઓછું થતાં સપ્લાયનું રિસ્ક થશે. US, નોન-OPEC અને OPEC+ પાસેથી વધુ સપ્લાયની આશા છે. IEA એટલે કે 2025માં 10 લાખ bpdની વધારાની સપ્લાય રહેશે. નેચરલ ગેસમાં આજે દબાણ છે

એરંડા બજારમાં તેજી આવી. સપ્તાહની શરૂઆતમાં અડધો ટકા સુધીનો ભાવમાં વધારો થયો. જોકે આ વખતે ગુજરાતમાં ઉત્પાદન ઓછું છે. સામે હળદર અને કપાસિયા ખોળમાં દબાણ આવ્યું.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 02, 2024 11:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.