વૈશ્વિક બજારમાં ભાવ 3400 ડૉલરની નીચે સ્થિર છે. US ફેડની બેઠક પહેલા નાની રેન્જમાં કારોબાર છે. ફેડ વ્યાજદર સ્થિર રાખે તેવી અપેક્ષા છે. ટેરિફની અનિશ્ચિતતાઓ વચ્ચે ફેડના ગાઈડેન્સ પર નજર છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા નબળો થઈ 86.24 પ્રતિ ડૉલરની સામે 86.37 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતી વધુ બગડતા ક્રૂડમાં 77 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો, પમ ડૉલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કામકાજ સ્થિર છે, એટલે ક્રૂડમાં આવેલી મજબૂતીના કારણે રૂપિયા પર દબાણ જોવા મળ્યું છે.
US ફેડની પૉલિસી પહેલા સોનાની કિંમતો ઉપલા સ્તરેથી ઘટતા COMEX પર ભાવ 3400 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ 1 લાખ રૂપિયાની નીચે કારોબાર જોવા મળ્યો હતો. અહીં ફેડ દ્વારા વ્યાજ દર સ્થિર રાખવાની અપેક્ષાએ કિંમતોમાં દબાણ દેખાઈ રહ્યું છે..આ સાથે જ સિટીએ 6 થી 12 મહિનાનું અનુમાન સોના માટે ઘટાડીને 2800 ડૉલર કર્યું છે.
વૈશ્વિક બજારમાં ભાવ 3400 ડૉલરની નીચે સ્થિર છે. US ફેડની બેઠક પહેલા નાની રેન્જમાં કારોબાર છે. ફેડ વ્યાજદર સ્થિર રાખે તેવી અપેક્ષા છે. ટેરિફની અનિશ્ચિતતાઓ વચ્ચે ફેડના ગાઈડેન્સ પર નજર છે. USના હાઉસિંગ ડેટા અને વિક્લી જોબલેસ ક્લેઇમના આંકડાઓ પર નજર રહેશે. સિટીએ 6 થી 12 મહિના માટે કિંમતો પર અનુમાન ઘટાડી 2,800 ડૉલર કર્યું.
પણ ચાંદીની વાત કરીએ તો, ચાંદીમાં સ્થાનિક બજારમાં કિંમતોમાં જોરદાર ઉછાળો નોંધાયો, અહીં ભાવ અડધા ટકાથી વધુ વધીને 1 લાખ 9 હજારના સ્તરને પાર પહોંચતા દેખાયા, જોકે વૈશ્વિક બજારમાં 37 ડૉલરની પાસે કામકાજ જોવા મળ્યું હતું. આ સાથે જ ગોલ્ડ સિલ્વર રેશિયો 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતો દેખાયો છે. ઉલ્લેખનિય છે કે ઇઝરાયેલ-ઇરાન વચ્ચેના તણાવમાં હવે USના હસ્તક્ષેપથી ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે.
કિંમતો વધીને 13 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચી. સ્થાનિક બજારમાં રેકોર્ડ 1 લાખ 9 હજાર રૂપિયાને પાર કારોબાર છે. ઇઝરાયેલ-ઇરાન વચ્ચેના તણાવમાં USના હસ્તક્ષેપથી કિંમતો વધી. ગોલ્ડ-સિલ્વર રેશિયો 3 મહિનાના નીચલા સ્તરે છે.
બેઝ મેટલ્સ પર ફોકસ વધતું દેખાયું, અહીં મે મહિનામાં ચાઈનામાં કન્સ્ટ્રક્શનની ડિમાન્ડ 4 મહિનાના નીચલા સ્તરે રહેવાથી કિંમતો પર અસર જોવા મળી, જોકે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં મજબૂત કારોબાર જોવા મળ્યો, જેમાં સૌથી સારી ખરીદદારી એલ્યુમિનિયમ અને ઝિંકમાં જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં ઉછાળો વધતા બ્રેન્ટના ભાવ આજે 76 ડૉલરને પાર પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં 75 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, સાથે જ સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની મજબૂતી દેખાઈ હતી. અહીં 2 સત્રમાં આશરે 5 ટકાનો વધારો બ્રેન્ટના ભાવમાં નોંધાયો છે, ઇઝરાયલ-ઇરાન વચ્ચેના તણાવથી ફ્યુલ ટેન્કરના ભાવમાં વધારો થયો, સાથે જ ઓછી સપ્લાઈની ચિંતા પણ વધતા કિંમતો પર અસર જોવા મળી રહી છે.
બ્રેન્ટના ભાવ $77ને વટાવી ગયો. એક દિવસમાં ભાવમાં 5%થી વધુનો વધારો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. તણાવને કારણે ફ્યુલ ટેન્કરના ભાવમાં વધારો થયો. પર્શિયન ગલ્ફથી જાપાન જતા ટેન્કરના ભાવ બમણા થયા.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દોઢ ટકાથી વધુની તેજી સાથે 330ના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો.
કિંમતો ઘટીને 4 વર્ષના નીચલા સ્તરની પાસે પહોંચી. ભાવમાં આશરે 3.5 ટકાનો ઘટાડો નોંધાયો. ગ્લોબલ સપ્લાઈ આઉટલૂક સુધરતા કિંમતો વધી. થાઈલેન્ડ તરફથી મજબૂત એક્સપોર્ટ વોલ્યુમથી સપોર્ટ છે. ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ પાસેથી ચીનની નબળી ખરીદી છે.