COMEX પર સોનાની કિંમતો ઓલ ટાીમ હાઈના સ્તરે 2821 ડૉલરને પાર પહોંચતી જોવા મળી, જ્યારે સ્થાનિક બજારમાં પણ ભાવ 83,444ના સ્તરની પાસે જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે જાન્યુઆરી 2025માં સોનાની કિંમતો આશરે 7 ટકા વધતી દેખાઈ. USની ટ્રેડ પૉલિસીને લઈ અનિશ્ચિતતાના કારણે અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણથી સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળી રહ્યો છે.