કોમોડિટી લાઈવ: ક્રૂડમાં ઉપલા સ્તરેથી દબાણ, નફાવસુલીના કારણે સોના-ચાંદીમાં દબાણ
સોના સાથે ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર રહ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ ફ્લેટ ટૂ નેગેટીવ રહ્યા, પણ સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
બેઝ મેટલ્સ તરફથી શરૂઆતી સંકેતો મિશ્ર રહ્યાં, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને કોપરમાં નેગેટીવ કામકાજ રહ્યું, તો ઝિંકમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર નોંધાયો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 35 પૈસા મજબૂત થઈ 86.83 પ્રતિ ડૉલરની સામે 86.48 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, ઉલ્લેખનિય છે કે સોમવારે ડૉલર સામે રૂપિયામાં 87.48ના સ્તર પણ જોવા મળ્યા હતા, જોકે ત્યાર બાદ RBI દ્વારા ડૉલરમાં વેચવાલીના કારણે રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો હતો.
સોનામાં નફાવસુલીના કારણે કિંમતો રેકોર્ડ સ્તરેથી ઘટી, આજે COMEX પર ભાવ 2900 ડૉલરની નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક બજારમાં સોનામાં 2940 ડૉલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો હતો. જોકે ત્યાર બાદ ફેડ ચેરમેનની ટેસ્ટીમોનીમાં વ્યાજ દરને લઈ અનિશ્ચિતતાના કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી છે.
સોના સાથે ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર રહ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ ફ્લેટ ટૂ નેગેટીવ રહ્યા, પણ સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
બેઝ મેટલ્સ તરફથી શરૂઆતી સંકેતો મિશ્ર રહ્યાં, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને કોપરમાં નેગેટીવ કામકાજ રહ્યું, તો ઝિંકમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે US દ્વારા 25% ટેરિફ લગાવવાના કારણે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતોમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો, તો COMEX પર એલ્યુમિનિયમ પ્રિમિયમ 1 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતું જોવા મળ્યું. ટેરિફ વૉરના કારણે મેટલ્સના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા.
ક્રૂડમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 77 ડૉલરની નીચે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પા ટકાથી વધુનું દબાણ બન્યું. અહીં OPEC+ના જાન્યુઆરી કોટાની સામે રશિયાનું ઓઈલ ઉત્પાદન ઘટ્યું હોવાથી કિંમતોને સપોર્ટ મળ્યો હતો, જોકે તેમ છતા પણ ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 304ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
સોયાબીન પર ફોકસ, બ્રાઝિલમાં ભારે વરસાદથી પાકની કાપણીની પ્રગતિ ધીમી પડી, જોકે આર્જેન્ટિનામાં વરસાદ પડતાં ક્રોપની સ્થિતીમાં સુધારો.