શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈ 86.32 પ્રતિ ડૉલરની સામે 86.47 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં. ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈ 86.32 પ્રતિ ડૉલરની સામે 86.47 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં. ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
ઉપલા સ્તરેથી સોનાની કિંમતોમાં નરમાશ આવતા COMEX પર ભાવ 2750ના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 79,458ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે ભારતમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકા ઘટતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુના દબાણ સાથે 91,467ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ઉપલા સ્તરેથી બેઝ મેટલ્સની કિંમતોમાં પણ નરમાશ રહી, જ્યાં કોપરમાં ઉપલા સ્તરેથી ભાવ આશરે 1 ટકા તૂટ્યા, તો એલ્યુમિનિયમમાં 2 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં અડધા ટકાથી વધુની વેચવાલી દેખાઈ હતી.
ક્રૂડમાં સતત પાંચમાં દિવસે વેચવાલી રહેતા બ્રેન્ટના ભાવ 79 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં 76 ડૉલરની નીચે કારોબાર નોંધાયો, અહીં ગત સપ્તાહે USમાં ક્રૂડ ઇન્વેન્ટરી 1 મિલિયન bblથી ઘટી હોવાથી કિંમતો પર અસર જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 343ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
અમેરિકામાં નવી સીઝનમાં સોયાબીનનું વાવેતર ઘટવાનો અંદાજ, ઇન્ડોનેશિયાએ બાયોડિઝલ અને રિપ્લાન્ટેશન માટેની સબસિડી ફરી લેવાની શરૂઆત કરી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.