ડૉલરમાં નરમાશનો સપોર્ટ મળતા સોનાની તેજી યથાવત્ છે, જોકે COMEX પર ગત સપ્તાહે જે 1.5% કિંમતો વધી હતી, ત્યાંથી થોડી વેચવાલી આવી છે, જોકે હજૂ પણ 2900 ડૉલરના સ્તર જળવાયા છે, જ્યારે સ્થાનિક બજારમાં 86,020ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલરમાં નરમાશનો સપોર્ટ મળતા સોનાની તેજી યથાવત્ છે, જોકે COMEX પર ગત સપ્તાહે જે 1.5% કિંમતો વધી હતી, ત્યાંથી થોડી વેચવાલી આવી છે, જોકે હજૂ પણ 2900 ડૉલરના સ્તર જળવાયા છે, જ્યારે સ્થાનિક બજારમાં 86,020ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ગત સપ્તાહે કિંમતો 1.5% વધી હતી. US તરફથી ટેરિફને લઈ અનિશ્ચિતતાની અસર છે. ફેબ્રુઆરીમાં સતત ચોથા મહિને ચાઈનાએ સોનાની ખરીદી કરી. ડૉલર ઇન્ડેક્સ 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. ફેબ્રુઆરીમાં USમાં અનુમાન કરતા રોજગાર વધ્યો.
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી, જોકે વૈશ્વિક બજારમાં અહીં પણ 32 ડૉલરના સ્તર જળવાયા છે, તો સ્થાનિક બજારમાં 97,531ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી સંકેતો મિશ્ર જોવા મળ્યા, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં મામુલી ખરીદદારી હતી, પણ કોપર અને ઝિંકમાં વેચવાલી જોવા મળી, જોકે ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.
એશિયામાં કિંમતો 1 ટકા ઘટી. 2025માં હાલ સુધી કિંમતો 17% વધી. USના નોન ફાર્મ પેરોલના આંકડા અનુમાન કરતા નબળા છે. US ડૉલરમાં 4 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર છે. ટ્રમ્પ દ્વારા ટેરિફને લઈ અનિશ્ચિતતાની અસર છે. મેક્સિકો અને કેનેડા પર ટ્રમ્પએ ટેરિફ હળવા કર્યા. અમેરિકાએ કોપર આયાત પર સંભવિત ટેરિફની તપાસનો આદેશ આપ્યો. અમેરિકા તેની કોપરની જરૂરિયાતના 45% આયાત કરે છે. ચાઈનાના કન્ઝ્યુમર પ્રાઈસ 13 મહિનામાં પહેલીવાર ઘટ્યા.
ગત સપ્તાહની મોટી વેચવાલી બાદ ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 70 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEXમાં 67 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. અહીં OPEC+ દેશો તરફથી ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો, સાથે જ ચાઈનાએ રિફાઇનરીઓને પેટ્રોલ, ડીઝલ બનાવવાથી દૂર રહેવાના આદેશ આપ્યા છે, જેની અસર કિંમતો પર દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો વધીને 400ના સ્તરને પાર પહોંચતી દેખાઈ હતી. કિંમતો 5 ટકાથી વધુ વધીને 26 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. છેલ્લા 4 સપ્તાહમાં કિંમતોમાં 35%નો વધારો નોંધાયો. છેલ્લા 12 મહિનામાં કિંમતો 150% વધી.
ઘઉંની આવકો શરૂ થતા જ સરકારે ઘઉંનું વેચાણ કર્યું બંધ, ભાવ હજી વધ્યા, ઘઉંના ઉત્પાદક રાજ્યોમાં ભાવ ઉંચા હોવાથી સરકાર માટે ખરીદી કરવી હાલ મુશ્કેલ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.