ટ્રેડ વૉર તેમ જ રશિયાી અને યુક્રેન વચ્ચેનો તણાવ વધવાની આશાએ સોનામાં આજે તેજી છે. કોમેક્સ પર ભાવ 2660ની ઉપર ટકી રહ્યા છે અને MCX પર 75700ની ઉપર ટકી રહ્યું છે. હજુ ડિસેમ્બરમાં બજારને 56% જેટલી આશા પા ટકાના વ્યાજ દર કાપની છે.
ટ્રેડ વૉર તેમ જ રશિયાી અને યુક્રેન વચ્ચેનો તણાવ વધવાની આશાએ સોનામાં આજે તેજી છે. કોમેક્સ પર ભાવ 2660ની ઉપર ટકી રહ્યા છે અને MCX પર 75700ની ઉપર ટકી રહ્યું છે. હજુ ડિસેમ્બરમાં બજારને 56% જેટલી આશા પા ટકાના વ્યાજ દર કાપની છે.
ટ્રમ્પ દ્વારા વધુ ટેરિફની આશાએ કિંમતોમાં મજબૂતી થઈ. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયો. ડિસેમ્બરમાં બજારને 56% વ્યાજદર કાપની આશા છે. ફેડ મિટિંગની મિનિટ્સમાં ધીરે ધીરે વ્યાજદર કાપના સંકેત છે.
કોમેક્સ પર ચાંદીમાં ઉછાળો આવ્યો છે. આજે ચાંદીએ કોમેક્સ પર 31 ડોલરને પારના ઉપલા સ્તર બનાવ્યા હતા અને જોકે ત્યાંથી થોડા નીચે આવ્યા છે. MCX પર પણ ચાંદીમાં આજે ઉછાળા સાથેનો કારોબાર છે.
ક્રૂડમાં આજે ફ્લેટ કારોબાર છે.. બ્રેન્ટ ક્રૂડ 72ની ઉપર ટકેલું છે. એક તરફ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનું ઘર્ષણ ઓછું થયું છે. બીજી તરફ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોના ક્રૂડ પર ટેરિફની વાત કરી છે જેના કારણે ભાવ આજે ટકી રહ્યા છે.
ઈઝરાયેસ-હિઝબુલ્લાહ વચ્ચે સિઝફાયરની જાહેરાત થશે. 1લી જાન્યુઆરીથી થનારા ઉત્પાદન વધારાને OPEC ટાળી શકે છે. USએ મેક્સિકો અને કેનેડાના ક્રૂડ ઓઈલ પર 25% ટેરિફ છે. કેનેડાથી USમાં 4 mbpd ક્રૂડ આયાત કરવામાં આવે છે. US ક્રૂડ ઓઈલની ઈન્વેન્ટરી 5.4 મિલિયન બેરલ હતી.
ક્રૂડ ઓઈલ પર BoFA
બીઓએફએ એ ક્રૂડ ઓઈલ પર 2025માં OPEC સિવાયના દેશો તરફથી 1.4 મિલિયન bpdની સપ્લાય આવશે. OPEC દેશોથી 2.2 મિલિયન bpd સપ્લાય ચાલુ રહેશે. હાલમાં 8 લાખ bpd સરપ્લસ છે.
આજે નેચરલ ગેસમાં ઘટાડો સાથે કારોબાર છે.
આજે બેઝ મેટલમાં તેજી આવી છે. ઝિંકના ભાવમાં ગઈકાલે ઈન્વેન્ટરી ઘટાડાને કારણે તેજી આવી હતી. આજે પણ એ તેજી યથાવત્ છે. સાથે એલ્યુમિનિયમમાં ઉત્પાદન ઘટાડવાની આશાંકાએ તેજી આવી હતી.
ચીન પર ટ્રમ્પના 10% વધુ ટેરિફની તૈયારીથી કોપરમાં ઘટાડો થયો. ચીનમાં સિઝન તેના શિખરે હોવાથી ભાવને ટેકો મળ્યો. કોપરમાં 2024ના શિખરેથી 12%નો ઘટાડો થયો. ઝિકંના ભાવમાં 2%નો ઉછાળો આવ્યો. LME પર ઈન્વેન્ટરીમાં ઘટાડો આવ્યો. એલ્યુમિનિયમમાં ઓછા ઉત્પાદનની આશાએ કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. રશિયાની Rusal ઉત્પાદન 6% જેટલું ઘટાડશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.