ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 95,883ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ફેર રહ્યો નથી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 284ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈ 85.03 પ્રતિ ડૉલરની સામે 85.08 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ટેક્સાસના નબળા ડેટા પછી ડોલર ફરી 99ની નીચે છે. JP મોર્ગને યેન, સ્વિસ ફ્રાન્ક જેવી સેફ કરન્સીમાં વધુ મજબૂતી શક્ય છે. 10 વર્ષના US બોન્ડ યીલ્ડ ઘટીને 4.2% થયા.
સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા COMEX પર ભાવ આશરે અડધા ટકાથી વધ ઘટીને 3320 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 95,200ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે વૈશ્વિક બજારમાં કિંમતો ફરી 3350 ડૉલરના સ્તર સુધી પહોંચતી જોવા મળી હતી. USના આર્થિક આંકડા પહેલા સોનાના સેન્ટિમેન્ટ નબળા પડતા દેખાયા છે.
ગઈકાલે COMEX પર કિંમતો 3350 ડૉલર સુધી પહોંચી હતી. આજે ઉપલા સ્તરેથી કિંમતોમાં ઘટાડો નોંધાયો. USના આંર્થિક આંકડા પહેલા સોનાના સેન્ટિમેન્ટ નબળા પડ્યા. US-ચાઈના વચ્ચે ટ્રેડ ડેવલપમેન્ટને લઈ અનિશ્ચિતતાની અસર છે.
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 95,883ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ફેર રહ્યો નથી.
બેઝ મેટલ્સના મે કોન્ટ્રાક્ટમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, જ્યાં એલ્યુમિનિયમમાં સૌથી વધુ દબાણ નોંધાયું હતું, જોકે વૈશ્વિક બજારમાં ટ્રેડ તણાવ અને ટેરિફ વધવાની અસરના કારણે કોપરની કિંમતોમાં ઘણી મોટી વોલેટાલિટી જોવા મળી, આ સાથે જ ડૉલર ઇન્ડેક્સમાં પણ નીચલા સ્તરેથી મામુલી રિકવરીના કારણે વૈશ્વિક બજારમાં પણ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.
કોપરમાં કારોબાર કિંમતોમાં મોટા ઉતાર-ચઢાવ યથાવત્ રહેશે. ટ્રેડ તણાવ અને ટેરિફ વધવાની કિંમતો પર અસર રહેશે. ચાઈનાએ કોપરનું ઉત્પાદન વધારી માંગનું સંચાલન કર્યું. ખરીદદારો ઇન્વેન્ટરી બનાવતા હોવાથી ચીનમાં માંગ સ્થિતિસ્થાપક બની. રશિયાની કોપર અને સોનાના આઉટપુટમાં વધારો કરવાની યોજના છે. રશિયાએ કોપરનું ઉત્પાદન વધારવા નવા માઈનિંગ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું.
ટ્રેડ ટેરિફ પર અનિશ્ચિતતાની વચ્ચે ડિમાન્ડ આઉટલૂકને લઈ ચિંતાથી ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી ઘટીડો આવતા બ્રેન્ટના ભાવ 65 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાનું દબાણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મે મહિનાથી OPEC 411 લાખ bpd ઓઈલનો ઉમેરો કરશે, અને 5 મેના OPEC+ની બેઠક મળશે જેમાં તેઓ જૂન મહિનાના આઉટપુટ પર નિર્ણય જાહેર કરશે. આ સાથે જ US શેલનું આઉટપુટ 13.5 mbpdના રેકોર્ડ સ્તરની પાસે છે, જેની અસર પણ કિંમતો પર જોવા મળી રહી છે.
રાતોરાત કિંમતોમાં 2%નો ઘટાડો નોંધાયો. મે મહિનાથી OPEC ઓઈલ ઉત્પાદનમાં 411 લાખ bpdનો ઉમેરો કરશે. 5 મેના રોજ OPEC+ બેઠકમાં જૂન આઉટપુટ પર નિર્ણય જાહેર કરશે. US શેલનું આઉટપુટ 13.5 mbpdના રેકોર્ડ સ્તરની પાસે છે. ઈરાન અને રશિયાથી ડિસ્કાઉન્ટેડ બેરલ એશિયાના સ્ટોકમાં વધારો થયો. ડૉલર ઇન્ડેક્સમાં 3 વર્ષના નીચલા સ્તરેથી રિકવરી થઈ.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 284ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.