ચાંદીમાં પણ સુધારો આવતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે એકદમ નાની રેન્જમાં કામકાજ જોવા મળ્યું હતું.
બેઝ મેટલ્સમાં ગઈકાલની તેજી પર બ્રેક લાગતા આજે શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી, જ્યાં સૌથી વધારે વેચવાલી ઝિંકમાં જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત થઈ 85.83 પ્રતિ ડૉલરની સામે 85.78 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, FIIs તરફથી વેચવાલીનો આંકડો સુધરતા રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો હતો, પણ ગઈકાલે ડૉલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો.
સોનામાં રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, જ્યાં COMEX પર ભાવ 2640 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો હતો. બજારની નજર હવે આવતા સપ્તાહે જાહેર થનાર USના મહત્વના આંકડાઓ પર બનેલી છે.
ચાંદીમાં પણ સુધારો આવતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે એકદમ નાની રેન્જમાં કામકાજ જોવા મળ્યું હતું.
બેઝ મેટલ્સમાં ગઈકાલની તેજી પર બ્રેક લાગતા આજે શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી, જ્યાં સૌથી વધારે વેચવાલી ઝિંકમાં જોવા મળી હતી.
ક્રૂડમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 76 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો NYMEX ક્રૂડમાં નેગેટિવિટી સાથે 73 ડૉલરના સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે. આ સાથે જ સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં દબાણ જોવા મળ્યું. જોકે મજબૂત ડૉલર અને સપ્લાઈ આઉટલૂકની ચિંતાએ ક્રૂડમાં ઉપલા સ્તરેથી વેચવાલી પણ બનતી દેખાઈ હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકા વધતા ભાવ 319ના સ્તરની પાસે પહોંચતા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં ઘઉંનું વવેતર 10 ટકા ઘટ્યું, પણ જીરાનું વાવેતર સામાન્યની તુલનાએ 25 ટકા વધ્યું, એ સાથે જ ગુજરાતમાં મોટા ભાગના શિયાળુ પાકોનું વાવેતર પૂર્ણ, ગત વર્ષ કરતા 5 ટકા જેવું વાવેતર વધ્યું.