ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા બેઝ મેટલ્સની ચાલ સુધરતી જોવા મળી, અહીં શરૂઆતી કારોબારમાં ઝિંક સિવાય તમામ મેટલ્સમાં તેજી રહી, સૈથી વધુ મજબૂતી એલ્યુમિનિયમમાં દેખાઈ હતી.
ચાંદીમાં પણ ગઈકાલના સ્તરેથી ઉછાળો આવતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 93113ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
USમાં મોંઘવારીને લઈ રાહત મળવાથી અને ટાઈટ ગ્લોબલ સપ્લાઈની આશંકાએ ક્રૂડમાં ફરી એકવાર તેજી આવતા બ્રેન્ટના ભાવ 82 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 80 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, જ્યારે સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે US રશિયા પર પ્રતિબંધો લગાવે તેવા અનુમાન અને USની ઇન્વેન્ટરીમાં ઘટાડાની અસર પણ ક્રૂડની કિંમતો પર બની રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાથી વધુની તેજી સાથે 353ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં દબાણના કારણે સોનાની ચમક વધી, જ્યાં COMEX પર ભાવ 2696 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 78,870ના સ્તરની પાસે કામકાજ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે US CPI અનુમાન કરતા નબળા રહેતા ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની સંભાવનાઓ વધી જેથી કિંમતોને સપોર્ટ મળ્યો છે.
ચાંદીમાં પણ ગઈકાલના સ્તરેથી ઉછાળો આવતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 93113ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા બેઝ મેટલ્સની ચાલ સુધરતી જોવા મળી, અહીં શરૂઆતી કારોબારમાં ઝિંક સિવાય તમામ મેટલ્સમાં તેજી રહી, સૈથી વધુ મજબૂતી એલ્યુમિનિયમમાં દેખાઈ હતી. અહીં પણ ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ મેટલ્સની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.
ખાદ્યતેલની આયાત ડિસેમ્બરમાં 25 ટકા ઘટી, પામતેલની આયાત ઘટી 9 મહિનાના નીચલા સ્તરે પહોંચી, આ સાથે જ કુલ આયાત ઘટીને 11.85 લાખ ટને પહોંચી, જોકે સોયા સસ્તું હોવાથી સોયા તેલની આયાતમાં નોંધાયો વધારો. એરંડામાં આગામી 15 દિવસ આવક અને ભાવ પર અનિશ્ચિતતા, ઠંડી એક મહિનો લંબાતા અને વાવેતર મોડું થતા આવક અંગે અસ્પષ્ટતા. એથેનૉલને પ્રોત્સાહન આપવા માટે સરકારનો મોટો નિર્ણય જલ્દી શક્ય. એથેનૉલ કિંમત વધારવાના પ્રસ્તાવને કેબિનેટથી મળી શકે છે મંજૂરી.