કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે મિશ્ર કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી રીકવરી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે મિશ્ર કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી રીકવરી

ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે. બ્રેન્ટ અને સ્થાનિક બજારમાં ક્રૂડમાં આજે ઉછાળો છે.

અપડેટેડ 12:37:05 PM Feb 06, 2025 પર
Story continues below Advertisement
ચાંદીમાં આજે દબાણ જોવા મળ્યું છે કોમેક્સ પર ચાંદીમાં અડધા ટકાનો ઘટાડો છે સાથે સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનું જ કામકાજ છે.

કોમેક્સ પર સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે 2882ના ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા બાદ આજે સોનું ઉપલા સ્તરેથી ઘટતું જોવા મળ્યું છે. mcx પર પણ સોનાના ભાવ 84700ને પાર છે. આજે સ્થાનિક બજારમાં ખરીદી છે. ઉલ્લેખનીય છે કે ટ્રેડ વોર અને અનિશ્ચિતતાને પગલે હાલમાં સોનામાં ખરીદદારી જોવા મળી રહી છે.

ચાંદીમાં આજે દબાણ જોવા મળ્યું છે કોમેક્સ પર ચાંદીમાં અડધા ટકાનો ઘટાડો છે સાથે સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનું જ કામકાજ છે. ચાંદીમાં 3 મહિનાના ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે.

US ડોલરમાં દબાણ આવતા આજે મેટલ્સમાં તેજી છે. LME પર મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે પણ સ્થાનિક બજારમાં તમામ બેઝ મેટલ્સમાં તેજી છે. કોપર 13 સપ્તાહના ઉપલા સ્તરે છે. તો લેડ 5 અને એલ્યુમિનિયમ 2 સપ્તાહના ઉપલા સ્તરે છે.


US ડોલરમાં ઘટાડાતાથી મેટલ્સમાં તેજી આવી. US પ્રાઈવેટ પેરોલ 183,000 પર રહ્યા. US-ચીન વચ્ચે ટેરિફ વૉર વધુ તીવ્ર થયું. 10 ફેબ્રુઆરીથી ચીન પર ટેરિફ લાગશે. ચીને WTOમાં US સાથે વાતચીત કરશે.

ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે. બ્રેન્ટ અને સ્થાનિક બજારમાં ક્રૂડમાં આજે ઉછાળો છે. અમેરિકામાં ઈન્વેન્ટરી 8.6 મિલિયન બેરલ પર પહોંચી છે.

નેચરલ ગેસમાં આજે સ્થાનિક બજારમાં આજે સારી તેજી છે.

આજે મસાલા પેકમાં એક્શન. હળદરમાં એક ટકાના ઉછાળા સાથે સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા ભાવ. સતત ચાર સપ્તાહની વેચવાલી બાદ આવી પોઝિટિવિટી. તો ધાણાંમાં પણ આજે ખરીદદારી. પરંતુ જીરામાં દબાણ યથાવત્.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2025 12:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.