ક્રૂડ ઓઈલમાં 4 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો આવતા બ્રેન્ટના ભાવ 80 ડૉલરની નીચે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 78 ડૉલરની નીચે કામકાજ જોવા મળ્યું, સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર થઈ રહ્યો છે. બજારની નજર હવે USના મોંઘવારીના આંકડાઓ પર બનેલી છે, ઓછી સપ્લાઈની ચિંતા સામે માગ વધવાની આશાએ ક્રૂડની કિંમતોમાં ઉછાળો જોયો, જ્યાર બાદ આજે ઉપલા સ્તરેથી નફાવસુલી દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ ઘટીને 338ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી રહી, સૌથી વધુ દબાણ ઝિંકમાં રહ્યું, ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં દબાણની પણ પોઝિટીવ અસર મેટલ્સ પર જોવા નથી મળી રહી.