શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો, સૌથી વધારે મજબૂતી લેડમાં જોવા મળી હતી. ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે મેટલ્સને સપોર્ટ મળ્યો, જોકે મજબૂતી ઘણી લિમિટેડ રેન્જમાં જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો, સૌથી વધારે મજબૂતી લેડમાં જોવા મળી હતી.
ભૌગોલ્ક તણાવ ફરી વધતા સોનામાં મંગળવારની તેજી આજે પણ યથાવત્ રહી, જ્યાં COMEX પર 2650 ડૉલરની ઉપર ભાવ પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે 4 દિવસમાં સોનાની કિંમતો આશરે 3.50 ટકાથી વધતી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ચોથા દિવસે તેજી યથાવત્. COMEX પર 4 દિવસમાં કિંમતો લગભગ 3.50% વધી. રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે સમર્થન મળ્યું.
ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં આશરે અડધા ટકાની મજબૂતી સાથે 31 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 90,500ના સ્તરની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો, સૌથી વધારે મજબૂતી લેડમાં જોવા મળી હતી. ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે મેટલ્સને સપોર્ટ મળ્યો, જોકે મજબૂતી ઘણી લિમિટેડ રેન્જમાં જોવા મળી રહી છે.
ક્રૂડમાં ફરી ઉપલા સ્તરેથી નરમાશ જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ ઘટીને 73 ડૉલરની નીચે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 70 ડૉલરની નીચે કામકાજ જોવા મળ્યું, અહીં અમેરિકામાં અનુમાન કરતા વધુ ઇન્વેન્ટરી વધતા અને રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ફરી વધતા કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો દોઢ ટકા જેટલી વધીને 272ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેક તરફથી નબળા સંકેતો છે, જ્યાં જીરામાં સૌથી વધારે વેચવાલી રહી, તો ગુવાર પેકમાં પણ અડધા ટકાથી વધુની નરમાશ સાથેનો કારોબાર રહ્યો, સાથે જ એરંડામાં પણ દબાણ છે, જોકે કપાસિયા ખોળમાં અડધા ટકાથી વધુની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.