સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા COMEX પર ભાવ આશરે પા ટકા તૂટતા 2760 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 85000ના સ્તરેથી કિંમતો ઘટીને 79,829ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતા, ઉલ્લેખનિય છે કે શુક્રવારે કિંમતો 12 સપ્તાહના ઉપલા સ્તરે રહી ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે પહોંચી હતી, પણ ત્યાર બાદ નફાવસુલીનું દબાણ જોવા મળી રહ્યું છે.
ચાંદીમાં પણ દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ અડધા ટકાથી વધુ ઘટીને 30 ડૉલર તરફ આવ્યા, જ્યારે સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં દબાણ આગળ વધતા બ્રેન્ટના ભાવ 78 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં 75 ડૉલરની નીચે અડધા ટકાથી વધના ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. અહીં OPEC એપ્રિલથી ઓઈલ ઉત્પાદન વધારવાનો વિચાર કરી રહ્યું છે, તેવામાં USએ OPECને ક્રૂડના ભાવ ઘટાડવા કહ્યું છે...આ સાથે જ ગત સપ્તાહે ક્રૂડની કિંમતો આશરે 3 ટકા ઘટતી જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરસ ગેસમાં સાડા 3 ટકાના ઘટાડા સાથે 329ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
એગ્રી કૉમોડિટી તરફથી નબળા સંકેતો, મસાલા પેકમાં જીરામાં સૌથી વધારે વેચવાલી, ગુવાર પેકમાં પણ અડધા ટકાથી વધુનું દબાણ, તો કપાસિયા ખોળમાં એક ટકાથી વધુની વેચવાલી.