કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં મિશ્ર કારોબાર, ક્રૂડમાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી
ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવી છે. ગઈકાલે ક્રૂડમાં 3 ટકાનો ઘટાડો આવ્યો હતો. મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલા ઈઝરાય અને હિઝબુલ્લાહ વચ્ચેના ઘર્ષણમાં સમાધાનની શક્યતાએ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે બ્રેન્ટ 73 ડોલરની નીચે છે. તો આવતા સપ્તાહે OPEC અને સાથી દેશોની બેઠક પર બજારની નજર છે.
સોનામાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી આવી. ગઈકાલે સોનાના ભાવ 3.5% ઘટ્યા હતા.
સોનામાં ગઈકાલના ઘટાડા બાદ આજે રિકવરી આવતી જોવા મળી છે.. કોમેક્સ પર સોનામાં આજે તેજી છે. જ્યારે MCX પર ડિસેમ્બર વાયદામાં આજે સામાન્ય દબાણ છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સિઝફાયર પર કરાર થવાના સમાચારને લઈને સોનામાં ઘટાડો આવ્યો હતો. જોકે અમેરિકામાં વ્યાજદર કાપની શક્યતા ઘટી રહી હોવાને પગલે પણ દબાણ જોવા મળ્યું છે.
સોનામાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી આવી. ગઈકાલે સોનાના ભાવ 3.5% ઘટ્યા હતા. ઈઝરાયલ હિઝબુલ્લાહ સિઝફારય તરફ આગળ વધી શકે છે. ટ્રમ્પે ટ્રેઝરી સેક્રેટરી તરીકે હેજ ફંડ મેનેજર સ્કૉટ બેસેન્ટની નિમણૂક કરી. ડિસેમ્બરમાં 54% લોકોને જ વ્યાજદર કાપની અપેક્ષા છે.
ચાંદીમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી છે. ગઈકાલે ચાંદીમાં 3.8 ટકાનો ઘટાડો આવ્યો હતો અને કોમેક્સ ભાવ 31 ડોલરની નીચે પહોંચ્યા હતા.. તો MCX પર આજે ભાવ 88 હજારની નીચે સરક્યા છે.
ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવી છે. ગઈકાલે ક્રૂડમાં 3 ટકાનો ઘટાડો આવ્યો હતો. મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલા ઈઝરાય અને હિઝબુલ્લાહ વચ્ચેના ઘર્ષણમાં સમાધાનની શક્યતાએ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે બ્રેન્ટ 73 ડોલરની નીચે છે. તો આવતા સપ્તાહે OPEC અને સાથી દેશોની બેઠક પર બજારની નજર છે.
ગયા સપ્તાહે 5% ઘટ્યા બાદ ગઈકાલે 3% નો ઘટાડો આવ્યો. US ડોલર મજબૂત થતાં ભાવમાં દબાણ રહ્યુ. ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના માલ પર વધુ 10% ટેરિફ નાંખશે. US કેનેડા અને મેક્સિકોથી આવતા દરેક ટેરિફ પર 25% ટેરિફ નાંખશે. ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે સિઝફાયર અંગે કરાર જલ્દી શક્ય છે. યુક્રેન-રશિયાનો વધતો તણાવ ભાવ પર અસર કરી શકે છે. OPEC+ની 1 ડિસેમ્બરે બેઠક થશે. ડોનાલ્ડ ટ્રમ્પ નવા LNG પ્રોજેક્ટ્સ, વધુ ઓઈલ ડ્રિલિંગને મંજૂરી આપી શકે છે. UBS એટલે કે 2024માં બ્રેન્ટ ક્રૂડ $75/bblની આસપાસ રહેશે.
ગઈકાલના ઉછાળા બાદ આજે નેચરલ ગેસમાં ઘટાડો છે.
આજે બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. ઝિંકમાં ખરીદદારી છે સામે એલ્યુમિનિયમ, લેડ અને કોપરમાં દબાણ છે. ચીનમાં હવે વધુ કોઈ રાહત પેકેજ મળવાનું નથી અને ગઈકાલે ડોલરમાં મજબૂતી હતી જેને પગલે દબાણ વધ્યું છે. ટ્રમ્પના નવા ટેરિફ લગાડવાની પણ અસર દેખાઈ હતી.
નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો ત્યારે હજુ પણ ગુજરાતમાં રવિ પાકની વાવણી હજુ ઠંડી છે. ગયા વર્ષના કુલ 20 લાખ હેક્ટરની વાવણી થયેલી જેની સામે હજુ સુધી માત્ર 11 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. ત્રણ વર્ષની સરેરાશ સામે તો માત્ર 25 ટકા જેટલી વાવણી થઈ છે. આ વાવણીના આંકડાઓ કેવા છે અને કયા પાક તરફ ખેડૂઓ વળ્યા છે .