ક્રૂડમાં દબાણ આગળ વધતા બ્રેન્ટમાં આજે 70 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડમાં 66 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ હતી, સાથે જ સ્થાનિક બજારમાં પણ વેચવાલી જોવા મળી, અહીં US ટ્રેડના કારણે આર્થિક ગ્રોથને લઈ ચિંતાના કારણે ક્રૂડમાં વેચવાલી વધતી દેખાઈ હતી.
ટેરિફ ઇમ્પેક્ટની ચિંતાએ સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા COMEX પર ભાવ 2900 ડૉલરની નીચે પહોંચ્યા, રાતોરાત આશરે 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, તો સ્થાનિક બજારમાં 85,640ના સ્તરની આસપાસ કામકાજ થઈ રહ્યું છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈ 87.33 પ્રતિ ડૉલરની સામે 87.38 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાજ રૂપિયામાં..ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં 4 મહિનાના નીચલા સ્તરે કારોબાર યથાવત્ છે. આ સાથે જ USની 10 વર્ષની યીલ્ડ 4.2%ના સ્તરની નીચે પહોંચતી જોવા મળી હતી.
ટેરિફ ઇમ્પેક્ટની ચિંતાએ સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા COMEX પર ભાવ 2900 ડૉલરની નીચે પહોંચ્યા, રાતોરાત આશરે 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, તો સ્થાનિક બજારમાં 85,640ના સ્તરની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. અહીં ગ્લોબલ ઇક્વિટી બજારમાં સેલ ઑફ અને નબળા આર્થિક આંકડાઓના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.
ટેરિફ લાગવાની ચિંતાએ મોટાભાગની કૉમોડિટીમાં ઘટાડો થયો. ગ્લોબલ ઇક્વિટીમાં વેચવાલી અને નબળા આર્થિક આંકડાની અસર છે. વૈશ્વિક બજારમાં સોનાએ તોડ્યા 2900 ડૉલરના સ્તર છે.
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 32 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં 96,842ના સ્તરની પાસે આશરે અડધા ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં કોપર અને ઝિંકમાં પોઝિટીવ કામકાજ રહ્યું પણ એલ્યુમિનિયમમાં દબાણ દેખાયું હતું. જોકે વૈશ્વિક બજારમાં એક તરફ ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીનો સપોર્ટ મળી રહ્યો છે, તો બીજી બાજૂ ટેરિફની ચિંતાએ મેટલ્સમાં વોલેટાલિટી વધતી દેખાઈ હતી.
રાતોરાત કિંમતો આશરે 1.5% ઘટતી દેખાઈ. ટેરિફ લાગવાની ચિંતાએ કિંમતો પર અસર થશે. COMEX અને LME પર સ્પ્રેડ 5 થી 7%ની વચ્ચે છે. US દર વર્ષે 800,000 ટન રિફાઇન્ડ કોપરની આયાત કરે છે. US કોપર કોન્સન્ટ્રેટ અને સ્ક્રેપનો નેટ નિકાસકાર છે.
2 મહિનાના નીચલા સ્તરે આયર્ન ઓર ફ્યૂચર્સમાં કારોબાર છે. 1 મહિનાના નીચલા સ્તરે સ્ટીલની કિંમતો પહોંચી. ચીન દ્વારા સ્ટીલ ઉત્પાદન ઘટાડવાની જાહેરાત છે. કન્સ્ટ્રક્શન માગમાં ઘટાડાથી પણ અસર થશે. વિયેતનામએ ચીન પર ડમ્પિંગ ટેક્સ લગાવ્યા છે.
ક્રૂડમાં દબાણ આગળ વધતા બ્રેન્ટમાં આજે 70 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડમાં 66 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ હતી, સાથે જ સ્થાનિક બજારમાં પણ વેચવાલી જોવા મળી, અહીં US ટ્રેડના કારણે આર્થિક ગ્રોથને લઈ ચિંતાના કારણે ક્રૂડમાં વેચવાલી વધતી દેખાઈ હતી.
રાતોરાત કિંમતો આશરે 1.8% તૂટી. નબળી ડિમાન્ડ અને વધુ સપ્લાયના કારણે બ્રેન્ટમાં વેચવાલી થઈ. એપ્રિલથી OPEC+ ઉત્પાદન વધારશે. ચીનના નબળા આંકડાઓથી પણ દબાણ બન્યું. US ટ્રેડના કારણે આર્થિક ગ્રોથની ચિંતા વધતા કિંમતો પર અસર થશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ તૂટતા 390ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ગુજરાતમાં ઉનાળુ મગફળીના વાવેતરમાં નોંધાયો 21 ટકાનો ઘટાડો, જોકે તલનું વાવેતર 14 ટકા વધ્યું, ગુજરાતમાં 10 માર્ચ સુધી કુલ વાવેતર 4.04 લાખ હેક્ટરમાં થયું.