મજબૂત ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડના કારણે સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો, જ્યાં COMEX પર ભાવ 2660 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 77,940ના સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે FOMCની મિનિટ્સમાં ભવિષ્યમાં વ્યાજ દરમાં કાપને લઈ US અધિકારીઓમાં અનિશ્ચિતતા સામે આવતા સોનાની કિંમતો પર અસર જોવા મળી.
જોકે ચાંદીમાં તેજી આવતા કિંમતો વધીને 3 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની ઉપર જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની મજબૂતી દેખાઈ રહી છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધવાના કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો હતો.
ક્રૂડમાં કિંમતો 3 મહિનાના ઉપલા સ્તરેથી ઘટતા બ્રેન્ટના ભાવ 76 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 74 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે...અહીં પણ મજબૂત ડૉલર અને USમાં ઇન્વેન્ટરી ઘટવાના કારણે કિંમતો પર દબાણ જોવા મળ્યું છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ ઘટતા 312ના સ્તરની પાસે કારોબાર પહોંચતો દેખાયો હતો.
અમેરિકાના કૉટનની નિકાસ સતત ઘટી હોવાથી ન્યૂયોર્ક રૂ વાયદામાં પીછેહઠ, અમેરિકન રૂની નિકાસ નવેમ્બરમાં ગત વર્ષની સામે 18.07 ટકા ઘટી.