કોમોડિટી લાઇવ: ક્રૂડમાં 4 વર્ષના ઉપલા સ્તરેથી વેચવાલી, સોના-ચાંદીમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં 4 વર્ષના ઉપલા સ્તરેથી વેચવાલી, સોના-ચાંદીમાં ઘટાડો

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ ડૉલર ઈન્ડેક્સમાં દબાણના કારણે બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

અપડેટેડ 02:01:56 PM Nov 02, 2026 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સામાન્ય ખરીદી સાથે 277ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈ 94.95 પ્રતિ ડૉલરની સામે 94.89 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલમાં વેચવાલીનો સપોર્ટ રૂપિયાને મળતો દેખાયો છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સોનામાં સામાન્ય ખરીદદારી સાથે 1 લાખ 38 હજારની પાસે કારોબાર નોંધાયો, જ્યારે COMEX પર 1 વર્ષના નીચલા સ્તરે 4000 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, અહીં ડિસેમ્બરમાં USમાં દર વધવાની સંભાવનાએ કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું.

સ્થાનિક બજારમાં ચાંદીમાં આજે સારી ખરીદદારી જોવા મળી હતી, જ્યાં આશરે દોઢ ટકાથી વધુની તેજી સાથે 1 લાખ 81 હજારને પાર કારોબાર જોવા મળ્યો, તો વૈશ્વિક બજારમાં 51 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, જોકે નીચલા સ્તરેથી રિકવરી પણ જોવા મળી હતી.


શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ ડૉલર ઈન્ડેક્સમાં દબાણના કારણે બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં દબાણ આવતા બ્રેન્ટના ભાવ અઢી ટકાથી વધુ ઘટીને 110 ડૉલરની પાસે પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ 3 ટકાનો ઘટાડો નોંધાયો, અહીં, OPEC+ દ્વારા ડિસેમ્બર માટે પ્રોડક્શન લક્ષ્ય ન બદલાતા અને પશ્ચિમ એશિયા યુદ્ધ શાંત પડવાની આશંકાએ કિંમતો પર અસર જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સામાન્ય ખરીદી સાથે 277ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

એગ્રી કૉમોડિટીમાં મસાલા પેક પર ફોકસ છે, હળદરમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી છે. પણ ધાણામાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સુસ્ત સ્પોટ માર્કેટ ડિમાન્ડ અને નફાવસુલીના કારણે દબાણ બન્યું, ગુવાર પેકમાં પણ વેચવાલી જોવા મળી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2026 2:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.