શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 87.21 પ્રતિ ડૉલરની સામે 87.28 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 87.21 પ્રતિ ડૉલરની સામે 87.28 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
મંદી પર ટ્રમ્પનું નિવેદન
અમેરિકામાં મંદી આવવાની શક્યતા નહીં. આવનારા દિવસોમાં દેશમાં ઝડપથી વિકાસ થશે. ઉતાર ચઢાવ બજારમાં સ્વાભાવિક છે. બજારની અસ્થિરતાથી કોઈ ચિંતા નથી.
સોનામાં સેફ હેવન રોકાણ વધતા ગોલ્ડ ETFમાં રોકાણ આશરે ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે. શું છે વધુ વિગતો અને ETFમાં રોકાણ વધવાના શું કારણો બની રહ્યા છે.
ગોલ્ડ ETFમાં રેકોર્ડ રોકાણ !
ગોલ્ડ ETFમાં રોકાણ ત્રણ વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું. ટ્રેડ વોરની ચિંતામાં રોકાણ વધારામાં US અને વૈશ્વિક બજારોનો ફાળો. સ્ટોક માર્કેટમાં વોલેટાલિટી અને ઇક્વિટી બજારમાં વેચવાલીથી સપોર્ટ મળ્યો. ફેબ્રુઆરીમાં સોનાની કિંમતો રૂપિયામાં 4%, તો ડૉલરમાં 1% વધી. ગ્લોબલ સ્તરે ટ્રેડ વોર અને ડૉલરમાં મજબૂતીથી સપોર્ટ મળ્યો. સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ બંધ થતા પણ ETFમાં ઇનફ્લો વધ્યો. જ્વેલરી ડિમાન્ડ ઘટી હોવા છતા પણ ETF રોકાણમાં વધારો થયો. ભારતમાં ગોલ્ડ ETF એ છેલ્લા એક વર્ષમાં 40% સુધીનું વળતર આપ્યું. ફેબ્રુઆરીમાં સોનામાં રોકાણ 9.4 બિલિયન ડૉલરથી વધ્યું- WGC. ભારતમાં ગોલ્ડ ETFમાં રોકાણ 22.04 કરોડથી વધ્યું. આમ, જાન્યુઆરી 2025માં ડિસેમ્બર 2024ની સરખામણીએ ETFમાં રોકાણ 486% વધ્યું છે.
સોનાની કિંમતોમાં ફરી તેજી આવતા comex પર ભાવ 2900 ડૉલરની ઉપર નિકળ્યા, તો સ્થાનિક બજારમાં 86,150ના સ્તરની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે...અહીં USના મોંઘવારીના આંકડા આવ્યા પહેલા ડૉલરમાં આવેલી વેચવાલી અને ટેરિફને લઈ અનિશ્ચિતતાના કારણે સેફ હેવન બાઇંગનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
સોનામાં કારોબાર
COMEX પર કિંમતો 2900 ડૉલરની સ્તરની પાસે છે. મંદીના ડરથી ડૉલરમાં વેચવાલીનો સપોર્ટ છે. સેફ હેવન બાઈંગના કારણે સોનામાં તેજી છે. ટેરિફને લઈ અનિશ્ચિતતાની અસર છે. 18 અને 19 માર્ચે ફેડની બેઠકના આઉટકમ પર નજર રહેશે.
જોકે ચાંદીમાં શરૂઆતી કારોબારમાં વેચવાલી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ હજુપણ 33 ડૉલરની નીચે છે, જોકે સ્થાનિક બજારમાં ફરી કિંમતો વધીને 98,550ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, અહીં ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી અને ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ કિંમતો વધી છે, તો US દ્વારા કેનેડાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફ લગાવવાનો નિર્ણય મોકૂફ રહેવાથી પણ સપોર્ટ મળ્યો છે, જોકે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ આજથી લાગૂ થયા છે.
કોપરમાં કારોબાર
નબળા ડૉલર અને ચાઈન તરફથી રાહત પેકેજની આશાએ તેજી છે. આજથી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાગૂ થયા. કેનેડાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફનો નિર્ણય મોકૂફ છે.
એલ્યુમિનિયમમાં કારોબાર
USના ફિઝિકલ માર્કેટના પ્રીમિયમ પ્રાઈલ રેકોર્ડ ઉંચાઈએ છે. કેનેડાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફનો નિર્ણય મોકૂફ છે. અમેરિકાને થતી 3.92 મિલિયન ટનની નિકાસમાં કેનેડાનો હિસ્સો 70% છે.
સ્ટીલ-એલ્યુમિનિયમ ટેરિફ
25% ટ્રમ્પ ટેરિફ આજથી અમલમાં આવશે. કોઈપણ ટ્રેડ પાર્ટનરને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી નથી. 150 અબજ ડોલરના કન્ઝ્યુમર પ્રોડક્ટ પર પણ ટેરિફ લાદવામાં આવશે. US એલ્યુમિનિયમ પ્રીમિયમ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું. અમેરિકામાં પણ કોપરના ભાવમાં તીવ્ર વધારો થયો. એનાલિસ્ટોને વર્ષના અંત સુધીમાં 25% ટેરિફની અપેક્ષા છે.
ક્રૂડમાં 2 દિવસના ઘટાડા પર બ્રેક લાગતા આજે ફરી નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 70 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 66 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી, અહીં પણ નબળા ડૉલરનો સપોર્ટ છે, સાથે જ EIAના રિપોર્ટ મુજબ 2025માં USમાં ઓઈલ ઉત્પાદન 13.61 મિલિયન bpdના રેકોર્ડ સ્તરની પાસે પહોંચ્યું છે, તો ઇન્વેન્ટરીમાં પણ વધારો જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
નબળા ડૉલરના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. ડૉલર ઇન્ડેક્સ 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. ઇક્વિટી બજારમાં વેચવાલી અને USમાં આર્થિક સ્લોડાઉનની અસર છે. 2025માં USમાં ઓઈલ ઉત્પાદન 13.61mbpdના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. USમાં ઇન્વેન્ટરી 4.2 મિલિયન બેરલથી વધી. આજે આવનાર USના CPIના આંકડા પર બજારની નજર રહેશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ ઘટતા 379ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ખાદ્ય તેલ પર ફોકસ, દેશમાં ખાદ્યતેલની આયાત 8.85 લાખ ટન સાથે ફેબ્રુઆરીમાં 4 મહિનાના તળિએ પહોંચી, જેમાં સોયાતેલની આયાતમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.