ગુજરાતમાં રવિ પાકની વાવણી હજુ ધીરે થઈ રહી છે. 25 નવેમ્બર મુજબ માત્ર 25% જેટલી જ વાવણી થઈ. આ વખતે સૌથી વધુ વાવણી ઘઉંની જ થઈ છે. 2.11 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થઈ. જોકે 3 વર્ષની સરેરાશ સામે વાવણી 16.76% જેટલી થઈ.
ગુજરાતમાં રવિ પાકની વાવણી હજુ ધીરે થઈ રહી છે. 25 નવેમ્બર મુજબ માત્ર 25% જેટલી જ વાવણી થઈ. આ વખતે સૌથી વધુ વાવણી ઘઉંની જ થઈ છે. 2.11 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થઈ. જોકે 3 વર્ષની સરેરાશ સામે વાવણી 16.76% જેટલી થઈ.
ચણા અને રાયડાની વાવણી પણ વધારે થઈ છે. ચણાની અત્યાર સુધી 1.83 લાખ હેક્ટરમાં વાવણી થઈ. સૌરાષ્ટ્રમાં આ વખતે ચણાની વાવણીનો રૂખ. જૂનાગઢ, રાજકોટ, સૂરેન્દ્રનગરમાં ચણાની મોટા પાયે વાવણી થઈ. રાયડાની 1.32 લાખ હેક્ટરમાં વાવણી થઈ. ઉત્તર ગુજરાતના ખેડૂતો રાયડા તરફ વળ્યા. બનાંસકાઠા, પાટણ, મહેસાણામાં રાયડાની વાવણી. શિયાળું પાકમાં ધાણાં અને જીરુની વાવણીને ધીમો પ્રતિસાદ છે.
વાવણી કેમ મંદ છે?
વરસાદ લંબાતા ખરીફની કાપણી મોડી થઈ હતી. હજુ ઘણી જગ્યાએ મગફળીની કાપણી ચાલી રહી છે. ઠંડી મોડી શરૂ થતાં વાવણી લંબાવવામાં આવી. હવે મહત્તમ તાપના ઘટવાની આગાહીને પગલે વાવણી વધશે.
જીરાની વાવણી ઓછી
ગરમીને કારણે જીરાની વાવણીમાં વાર લાગશે. ગુજરાત, રાજસ્થાનમાં વાવણીમાં વાર લાગશે. 20 ડિસેમ્બર સુધી વાવણી ચાલી શકે છે. વાવણી લાંબા સમય સુધી ચાલે તેની શક્યતા છે. 25 નવેમ્બર સુધી 15% જેટલી જ વાવણી થઈ. વાવાણી 3.81 લાખ હેક્ટરમાં થાય છે.
ધાણાના વાવેતરમાં પણ ઘટાડો
ગુજરાતમાં ધાણાના વાવેતરમણાં પણ આવ્યો ઘટાડો. 25 નવેમ્બર સુધી 15,955 હેક્ટરમાં જ થઈ છે વાવણી. છેલ્લાં 3 વર્ષની સરેરાશની સરખામણીએ માત્ર 10% જેટલી જ વાવણી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ધાણાની વાવણી ઘટી.
રાયડાની વાવણી ઓછી
રાયડાની વાવણીમાં ઘટાડો આવી શકે છે. તાપમાન વધારે રહવાથી વાવાણી ઘટી છે. વધુ ગરમી રહી તો પાકને નુકસાનનો ડર છે. ગરમી સહન કરી શકે તેવા પાકની પસંદગી થઈ. રાજસ્થાનમાં પારો સામાન્ય 2-7 ડિગ્રી વધુ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં પારો સામાન્યથી વધારે છે. UP, ગુજરાત, હરિયાણામાં ઓછી કમાણી છે. બજારને વાવણી 10% ઘટવાની આશંકા છે.
ખાદ્યતેલોની કિંમતમાં ઉછાળો
સરકાર તરફથી ડ્યૂટી વધારવાના કારણે કિંમતોને અસર છે. ખાદ્ય તેલની કિમતોમાં આગળ પણ ઉછાળો રહેશે યથાવત્. 1 મહિનામાં કિંમતો 6% વધી. 1 વર્ષમાં કિંમતો 31% સુધી વધી. સરકારએ સપ્ટેમ્બરમાં ડ્યૂટી વધારી હતી. 20-35% સુધી ડ્યૂટી વધી હતી. ભારત જરૂરિયાતના 57% તેલ આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ભારે ઉછાળો. પામ ઓઇલની કિંમતોમાં 1 મહિનામાં 12%નો વધારો થયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.