Commodity Report: આ સપ્તાહે આપણે નોન એગ્રી કોમોડિટીઝની ખાસ ચર્ચા કરવાના છીએ કારણ કે અહીંયા ડોલર ઇન્ડકેસની મુવમેન્ટ અને અન્ય પરિબળોની ઘણી અસર જોવા મળી. સોના, ચાંદીમાં ઘટાડો નોંધાયો, તો કોપર પર ટેરિફની ચિંતા વધી અને ક્રૂડમાં રશિયા-યુક્રેનના પરિબળોની કેવી અસર રહેશે આ તમામ અંગે આપણે કરીશું ચર્ચા.
આ સપ્તાહે કોમેક્સ પર 2956ના નવા શિખર બન્યા બાદ ઘટાડો આવ્યો. આ સપ્તાહે સોનામાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. 8 સપ્તાહની તેજી બાદ આ સપ્તાહે ઘટાડો આવ્યો. આ સપ્તાહે કોમેક્સ પર 2956ના નવા શિખર બન્યા. ટ્રમ્પના ટેરિફને લઈને અનિશ્ચિતતા વધી. આ સપ્તાહે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો.
રશિયા-યુક્રેઈન વચ્ચે શાંતી મંત્રણા થઈ શકે છે. રશિયા પરથી પ્રતિબંધો હટે તો વૈશ્વિક સપ્લાય વધી શકે છે. ટ્રમ્પ ચીન અન્ય વેપારી દેશો પર ટેરિફ લગાડે તો માગ ઘટી શકે છે. US ઈન્વેન્ટરી 2.3 મિલિયન જેટલી ઘટી છે. USએ વેનેઝુએલામાં કામ કરવા માટેનું Chevronનું લાઈન્સસ રદ્દ કર્યું. કેનેડા અને મેક્સિકોથી એનર્જી આયાત પર USએ ટેરિફ લગાડ્યા. USએ યુરોપના ગુડ્ઝ પર ટેરિફ લગાડ્યા. ગોલ્ડમેન સૅક્સે ક્રૂડ ઓઈલ પર બ્રેન્ટના ભાવ $75-80/બેરલ રહી શકે છે.
કોપરનું ઇમ્પોર્ટ મોંઘું થશે?
અમેરિકાની કોપરના ઇમ્પોર્ટ પર ટેરિફ લગાવવાની તૈયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોપરના ઇમ્પોર્ટ પર તપાસના આદેશ આપ્યા. USની કોપરની ઇમ્પોર્ટ પર 25% ટેરિફ લગાવવાની તૈયારી છે. ટ્રમ્પે તાજેતરમાં મેટલ, એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લગાવ્યો. USમાં 90% રિફાઈન્ડ કોપર ઇમ્પોર્ટ ચિલી, કેનેડા પેરૂથી છે. ચીને કોપર માઇનિંગ માટે કોંગોમાં રોકાણ વધાર્યું. કોંગો વિશ્વની બીજી સૌથી મોટી કોપર માઇનિંગ છે. ચીનનો કોપર સ્ટોક 2.60 લાખ ટન, બોન્ડેડ સ્ટોક 33,000 ટન છે.