કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ
US-ચાઈના વચ્ચે ટ્રેડ વૉર થઈ શકે છે. ટ્રેડ પૉલિસી અને ટેરિફ પર ખાસ ફોકસ રહેશે. કરન્સીમાં વોલેટાલિટીની અસર મેટલ્સ પર રહેશે. EV અને રિન્યૂએબલ એનર્જી તરફથી માગ પર ફોકસ છે. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પર ફોકસ રહેશે.
સોનાનો કારોબાર 1 સપ્તાહમાં એમસીએક્સ પર -2.7 ટકા ઘટ્યો. જ્યારે 1 મહિનામાં એમસીએક્સ પર 1.5 ટકા વધ્યો. તો 1 વર્ષમાં એમસીએક્સ પર 23.4 ટકા વધ્યો.
આ સપ્તાહે ફેડના નિર્ણયની મોટી અસર નોન એગ્રી કૉમોડિટી પર જોવા મળી, જ્યાં સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી મોટો ઘટાડો જોવા મળ્યો, ફેડના નિર્ણયથી ડૉલર ઇન્ડેક્સ નવા ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો હોવાથી તેની વિપરીત અસર રૂપિયા પર પણ જોવા મળી, અને ડૉલર સામે રૂપિયામાં રેકોર્ડ નીચલા સ્તરે કારોબાર નોંધાયો હતો, સાથે જ ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે બેઝ મેટલ્સમાં પણ નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. નવું વર્ષ પૂરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે, તેવામાં આવતા સપ્તાહ માટે ખાસ કરીને કઈ નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ કરવું તેની પર આજે ચર્ચા કરીએ.
ફેડએ વ્યાજ દરોમાં 0.25%નો કાપ કર્યો. અમેરિકામાં વ્યાજ દર 4.25% થી 4.50% થયા. જુલાઈથી હાલ સુધી ફેડએ 1 ટકા દર ઘટાડ્યા. ડિસેમ્બર 2022ના સ્તર પર વ્યાજ દર આવ્યા.
શું બોલ્યા જેરોમ પૉવેલ?
2025માં 2 વાર કાપ થવાની આશા છે. મોંઘવારી ઘટવા પર કાપનો નિર્ણય લેશે. મોંઘવારી 2 ટકા લાવવા પર પ્રતિબદ્ધ છે. ટ્રમ્પ ટેરિફની અસર શું થશે તે કહેવું મુશ્કેલ છે.
સોનામાં કારોબાર
આ સપ્તાહે સોના-ચાંદીની કિંમતો ઉપલા સ્તરેથી તૂટી છે. MCX પર સોનું 75700ની રેન્જમાં આવ્યું. COMEX પર સોનામાં 2600 ડૉલરની નીચે કારોબાર આવ્યો. સ્થાનિક બજારમાં ચાંદી 90000ના સ્તરની નીચે પહોંચી. વૈશ્વિક બજારમાં ચાંદી 29 ડૉલરની પણ નીચે આવી છે.
MCX સોનામાં કારોબાર
સોનાનો કારોબાર 1 સપ્તાહમાં એમસીએક્સ પર -2.7 ટકા ઘટ્યો. જ્યારે 1 મહિનામાં એમસીએક્સ પર 1.5 ટકા વધ્યો. તો 1 વર્ષમાં એમસીએક્સ પર 23.4 ટકા વધ્યો.
MCX ચાંદીમાં કારોબાર
ચાંદીનો કારોહબાર 1 સપ્તાહમાં એમસીએક્સ પર 5.1 ટકા ઘટ્યો છે. જ્યારે 1 મહિનામાં એમસીએક્સ પર 2.1 ટકા ઘટ્યો છે. તો 1 વર્ષમાં એમસીએક્સ પર 22.1 ટકા વધ્યો છે.
પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર
છેલ્લા 1 સપ્તાહમાં સોનું 3% ઘટ્યુ છે. જ્યારે ચાંદી પણ 5% ઘટી છે.
2024માં સોના-ચાંદીની ચાલ
2024માં સોનું 29% વધ્યુ છે. તો 2024માં ચાંદી 30% વધી છે.
બેઝ મેટલ્સમાં કારોબાર
આ સપ્તાહે મજબૂત ડૉલરના કારણે કિંમતો ઘટી છે. સપ્તાહના અંતે કોપરની કિંમતો 2 ટકા ઘટતી દેખાઈ છે. સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સ તૂટ્યા છે.
મેટલ્સમાં દબાણ
નિકલ 4 વર્ષના નીચલા સ્તર પર છે. ઝિંક 1 મહિનાના નીચલા સ્તર છે. એલ્યુમિનિયમ 1 મહિનાના નીચલા સ્તર છે.
2025માં ક્યાં નજર રહેશે?
US-ચાઈના વચ્ચે ટ્રેડ વૉર થઈ શકે છે. ટ્રેડ પૉલિસી અને ટેરિફ પર ખાસ ફોકસ રહેશે. કરન્સીમાં વોલેટાલિટીની અસર મેટલ્સ પર રહેશે. EV અને રિન્યૂએબલ એનર્જી તરફથી માગ પર ફોકસ છે. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પર ફોકસ રહેશે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
કિંમતો સપ્તાહના નીચલા સ્તરે પહોંચતી દેખાઈ રહી. રશિયન ઓઈલ પર US દ્વારા પ્રતિબંધ લાગવાની આશંકા છે. નોન-OPEC દેશો તરફથી ઓઈલ આઉટપુટ વધવાની અપેક્ષા છે. ચાઈના અને જર્મની તરફથી નબળા આર્થિક આંકડાઓની અસર છે. 2025માં ઓછી સપ્લાઈના ડરથી કિંમતો ઘટી. ફેડની પૉલિસી પહેલા ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી છે. US ઓઈલ ઇન્વેન્ટરી 4.7 મિલિયન બેરલ્સથી ઘટી.
નેચરલ ગેસમાં કારોબાર
આ સપ્તાહે કિંમતોમાં મોટો ઉછાળો નોંધાયો. કિંમતો વધીને 13 મહિનાના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ છે. ગત મહિનાથી હાલ સુધી કિંમતો આશરે 12 ટકા વધી. આવતા સપ્તાહ માટે મજબૂત માગ રહેવાની આશા છે. LNG એક્સપોર્ટમાં વધારાથી કિંમતોને સપોર્ટ છે. સિઝનલ એવરેજથી ગેસ સ્ટોક 4 ટકા ઉપર છે.