આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો US-ચાઈના વચ્ચે સંબંધ સુધરતા બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ પોઝિટીવ થતા દેખાયા, જોકે ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, જ્યાં કિંમતો ઘટીને આશરે 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, હવે આ તમામ કૉમોડિટીનું આગળ કેવું આઉટલૂક બની રહ્યું છે, કઈ કૉમોડિટીમાં બની રહી છે રોકાણ માટેની તક.
સોનામાં કારોબારની વાત કરીએ તો ડૉલર ઇન્ડેક્સમાં દબાણનો સપોર્ટ મળ્યો. સ્થાનિક બજારમાં કિંમતો 1 લાખ 20 હજારના સ્તરની પાસે છે. COMEX પર 3990ના સ્તરની પાસે કારોબાર છે. US સરકારનું અત્યાર સુધીના સૌથી લાંબા શટડાઉન. ઓક્ટોબરમાં USના પ્રાઈવેટ પેરોલના આંકડામાં વધારો થયો. USના સર્વિસ PMIના આંકડા 8 મહિનાની ઉંચાઈએ પહોંચ્યા. ડિસેમ્બરમાં USમાં રેટ કટની શક્યતા 62% છે.
બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો આ સપ્તાહે મેટલ્સના સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા. US-ચાઈના વચ્ચે સંબંધ સુધરતા મેટલ્સને સપોર્ટ મળ્યો. ચીનના PMIમાં સુધારથી આર્થિક સ્થિરતા સંકેતો છે. ઓક્ટોબરમાં ભારતનું મેન્યુફેક્ચરિંગ PMI વધ્યું. ભારતમાં ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. અમેરિકામાં વ્યાજ દર કાપની અસર મેટલ્સની કિંમતો પર છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો આ સપ્તાહે કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. કિંમતો ઘટીને આશરે 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી. સાઉદી અરામકો એશિયન ખરીદદારો માટે ભાવ ઘટાડો કર્યો. રશિયન તેલ ખરીદીમાં ઘટાડો નોંધાયો. રશિયાના એનર્જી સ્થળો પર યુક્રેનના હુમલાથી કિંમતો પર અસર રહેશે. રશિયા પરના પ્રતિબંધો બાદ ભારત ઓઇલની ખરીદીના વિકલ્પો શોધી રહ્યું છે. છેલ્લા 1 સપ્તાહમાં US ક્રૂડની ઇન્વેન્ટરી 5 મિલિયન બેરલથી વધી. જુલાઈ 2025 બાદ US ક્રૂડ સ્ટોકમાં સૌથી મોટો વધારો નોંધાયો. 2026માં ચીનમાં માંગ ધીમી પડવાનો અંદાજ છે. EV સેગમેન્ટમાં વધારો થતા ક્રૂડની માગ ઘટી શકે છે. US ઓઈલ પ્રોડક્શન 13.644mbpdના રેકોર્ડ સ્તરે છે.