વૈશ્વિક બજારમાં કિંમતો રિકવર થઈને 2600 ડૉલરના સ્તરને પાર નિકળી. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદથી કિંમતો 6% ઘટી હતી. ગત સપ્તાહે 3 વર્ષમાં સૌથી તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
આ સપ્તાહે ફરી એકવાર ભૌગોલિક તણાવો વધતા નોન એગ્રી કૉમોડિટી પર અસર જોવા મળી, જ્યાં ડૉલર ઇન્ડેક્સમાં સતત વધારો નોંધાયો, તો સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા સોના-ચાંદીમાં આ સપ્તાહે ફરી નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જોકે ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો અને બેઝ મેટલ્સ પર ખાસ ફોકસ રહ્યું કારણ કે, ચીને ડિસેમ્બર 2024થી એલ્યુમિનિયમ પર 13% ટેક્સ રિબેટ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ વર્ષ પૂરૂ થવામાં એક મહિનો બાકી છે, આવામાં આવતા વર્ષ માટેના આઉટલૂકની વાત કરીએ, તો નોન એગ્રી કૉમોડિટી માટે આવતું વર્ષ કેવું રહેશે.
જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ 9 ટકા વધ્યો. પૉલિશ હીરાનું એક્સપોર્ટ 11 ટકા વધ્યું. ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ પણ 9 ટકા વધ્યું. પહેલા 7 મહિનામાં 9 ટકા એક્સપોર્ટ ઘટ્યો હતો.
ચાંદીમાં કારોબાર
વૈશ્વિક બજારમાં ભાવ વધીને 31 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા. બેઝ મેટલ્સ તરફથી પણ આ સપ્તાહે સારો સપોર્ટ મળ્યો. સ્થાનિક બજારમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી.
મેટલ્સમાં કારોબાર
2024માં ચીનમાં નવા ઇન્ફ્રા ડિમાન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં 4.3%નો વધારો થયો. ચીન 5 મિલિયન ટન નિકાસને આવરી લેતી ટેક્સ રિબેટ દૂર કરશે. ચીને એલ્યુમિનિયમ માટે ટેક્સ રિબેટ દૂર કરી. કોપર, સોલાર, બેટરી, રિફાઈન્ડ ઓઈલ માટે ટેક્સ રિબેટ ઘટાડ્યું. નવો નિયમ 1 ડિસેમ્બર 2024થી લાગુ થશે.
એલ્યુમિનિયમમાં કારોબાર
ચીને ડિસેમ્બર 2024થી એલ્યુમિનિયમ પર 13% ટેક્સ રિબેટ રદ કરી. 2024માં ચીનમાં નવા ઇન્ફ્રા ડિમાન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં 4.3%નો વધારો થયો. ગિની, બ્રાઝિલમાં બોક્સાઈટ સપ્લાય વિક્ષેપ પર ફર્મ એલ્યુમિના ભાવ છે. સોલાર પેનલ્સ, વાહનો વગેરે જેવા ક્ષેત્રોમાંથી ઉર્જા સંક્રમણની માંગ છે. માર્ચ 2022ના રોજ એલ્યુમિનિયમમાં 4,100 ડૉલર પ્રતિ ટનના હાઈ બન્યા હતા.
આ સપ્તાહે ક્રૂડમાં કારોબાર
વોલેટાલિટી બાદ કિંમતો 2 ટકા વધતી દેખાઈ. રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. બ્રેન્ટમાં 74 ડૉલરની પાસે કારોબાર નોંધાયો. USમાં ઇન્વેન્ટરી 0.5 મિલિયન bblથી વધીને 430.3 મિલિયન બેરલ થઈ. નોર્વેના જોહાન સ્વેરડ્રપથી વીજ કાપના કારણે ક્રૂડ ઉત્પાદન અટક્યું. કઝાકિસ્તાનએ પણ ક્રૂડ ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો કર્યો. 1 ડિસેમ્બરે થનાર OPEC+ની બેઠક પર બજારની નજર રહેશે.
નેચરલ ગેસમાં કારોબાર
સપ્તાહના અંતે કિંમતોમાં 7 ટકાનો ઉછાળો નોંધાયો. MCX પર ભાવ 290ના સ્તરની ઉપર પહોંચ્યા. ઠંડા હવામાનની આગાહીએ માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ છે.