આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, USમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ અને ફેડની વ્યાજ દરને લઈ નીતિની અસર તમામ નોન એગ્રી કૉમોડિટી પર જોવા મળી.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, USમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ અને ફેડની વ્યાજ દરને લઈ નીતિની અસર તમામ નોન એગ્રી કૉમોડિટી પર જોવા મળી, સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી આવી, તો ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ મેટલ્સના સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા, જોકે ક્રૂડ ઓઈલમાં આ સપ્તાહ દરમિયાન રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, આમ જોઈએ તો, મોટાભાગની ગ્લોબલ ઇન્વેન્ટ હવે પૂરી થતી જોવા મળી છે, આવામાં....હવે નોન એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું બની રહ્યું છે, અને ક્યાં ફોકસ કરવું જોઈએ તે અંગે જાણીશું.
કરન્સી બજારમાં કારોબાર
સપ્તાહના અંતે ડૉલર ઇન્ડેક્સ 3 મહિનાના ઉપાલ સ્તરેથી ઘટ્યો. ડૉલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી. અન્ય એશિયન કરન્સી કરતા રૂપિયાની સ્થિતી સારી છે.
સોના-ચાંદીમાં કારોબાર
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે કિંમતોમાં તેજી જોવા મળી. નીચલા સ્તરેથી રિકવરી સાથે કારોબાર નોંધાયો. ચાંદીમાં આશરે 1.8 ટકાની તેજી જોવા મળી. US ડૉલર 4 મહિનાના ઉપલા સ્તરેથી ઘટ્યો. US ફેડએ વ્યાજ દરમાં 25 bpsનો કાપ કર્યો.
સોના-ચાંદીમાં દબાણના કારણો
ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં રિકવરી જોવા મળી. 4 મહિનાના ઉપલા સ્તરે ડૉલર ઇન્ડેક્સ પહોંચ્યો. ડૉનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી ડૉલર ઇન્ડેક્સ અને યીલ્ડમાં તેજી દેખાણી.
શું બોલ્યા જેરોમ પૉવેલ?
મોંઘવારી દર 2% પર લાવવા પ્રતિબદ્ધ છે. મોંઘવારીનું લક્ષ્ય મેળવવા ભરોસો વધ્યો. અમેરિકાની અર્થવ્યવસ્થા સારૂ કરી રહી છે. ન્યૂટ્રલ પૉલિસી વલણ તરફ વધી રહ્યા છે. નિર્ણય પર રાષ્ટ્રપતિ ચૂંટણીની અસર નહીં. મોંઘવારીના મોરચે ઘણી રાહત જોવા મળી. કોર મોંઘવારી દર હજુ પણ ઉપલા સ્તરે યથાવત્ રહેશે. લેબલ માર્કેટની સ્થિતી પહેલા કરતા સારી છે. જોબ રિપોર્ટના આંકડા આશા કરતા સારા રહ્યા. આર્થિક ગતિવિધિઓમાં સંતોષકારક ગ્રોથ જોવા મળ્યો.
મેટલ્સમાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતો ઘટી, પણ સ્થાનિક બજારમાં ખરીદદારી રહી. ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશા છે. ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીથી સપ્તાહના અંતે મેટલ્સમાં તેજી રહી. ચાઇનીઝ ગુડ્સ પર ટેરિફ લાગી શકે છે.
એલ્યુમિનિયમમાં કારોબાર
સપ્તાહના અંતે કિંમતોમાં 3 ટકા જેટલો વધારો નોંધાયો. કિંમતો વધીને 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. EVs, સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રીફિકેશન ઇન્ડસ્ટ્રી તરફથી માગ વધી.
ઝિંકમાં કારોબાર
રશિયાના ઓઝરનોયેમાં પ્રતિબંધોને કારણે ઉત્પાદન પડકારો રહ્યા. રશિયાનું ઓઝરનોયે 2.5% વૈશ્વિક ઝિંક પુરવઠો ઉત્પન્ન કરે છે. કિંમતોમાં રાતોરાત 4 ટકાનો ઉછાળો નોંધાયો.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
આ સપ્તાહે કિંમતોમાં વોલેટાલિટી રહી. ટ્રમ્પની પૉલિસીની સપ્લાઈ પર કેવી અસર રહેશે તેના પર ફોકસ છે. ઇરાન અને વેનેઝુએલા પર US પ્રતિબંધ વધુ કડક કરી શકે છે. વાવાઝોડા રાફેલના કારણે ગલ્ફ ઑફ મેક્સિકોએ 17% આઉટપુટ ઘટાડ્યું. ઓક્ટોબરમાં ચાઈનાનો ક્રૂડ ઇમ્પોર્ટ 9 ટકા ઘટ્યો. USમાં ઉત્પાદન અને ઇન્વેન્ટરીમાં વધારો થયો. બ્રેન્ટના ભાવ 75 ડૉલરની રેન્જની પાસે સ્થિર છે.
ક્રૂડ પર બોલ્યા ડૉનાલ્ડ ટ્રમ્પ
તેલની જવાબદારી મારા ઉપર છોડી દો. આપણી પાસે તેલ, ગેસના રૂપમાં લિક્વિડ ગોલ્ડ છે. રશિયા, સાઉદી અરબથી વધુ તેલ USની પાસે છે.
OPEC+ દેશોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય ટાળ્યો
ડિસેમ્બરમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય વધુ 1 મહિના માટે સ્થગિત કર્યો. 1.8 LK BPD દ્વારા ઉત્પાદન વધારવાની યોજના હતી.