સરકાર પાસે 20.4 મિલિયન ટન ઘંઉં છે. 1 ડિસેમ્બર સુધી 20.4 મિલિયન ટનનો સ્ટોક હતો. 31 ઓક્ટોબર સુધી 10.2 મિલિયનનું વેચાણ છે. OMSSને છોડી બીજી સ્કીમોમાં વેચાણ છે. 1.45 મિલિયન ટન/મહિનાનું વેચાણ છે. 1 ડિસેમ્બર-31 માર્ચ સુધી 5.8 મિલિયન ટનનું વેચાણ સંભવ છે.
7 એગ્રી વાયદા પરથી પ્રતિબંધ હટી શકે છે. સૂત્રોના દ્વારા સરકાર પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં ખાસ કરીને જે 7 એગ્રી વાયદા પર પ્રતિબંધ લગાવ્યા છે, તેની સમયસિમા પૂરી થવા આવી છે, જેના પર તો ફોકસ છે, પણ સાથે હળદરની કિંમતોમાં પણ મજબૂતી આવવાની આશા બની રહી છે, સાથે જ પામ ઓઈલ અને ઘઉંના આઉટલૂક પર પણ ચર્ચા કરીશું.
એગ્રી વાયદા પરથી હટશે પ્રતિબંધ?
7 એગ્રી વાયદા પરથી પ્રતિબંધ હટી શકે છે. સૂત્રોના દ્વારા સરકાર પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. પેનલએ પ્રતિબંધ હટાવવનો પ્રસ્તાવ આવ્યો. પ્રતિબંધથી ફાયદો ઓછો અને નુકસાન વધારે છે. પ્રતિબંધ લગાવવાથી બજારને નુકસાન થયું છે. કિંમતો યોગ્ય રીતે નક્કી કરવામાં મુશ્કેલી છે. કિંમતો ઘટાડવા પ્રતિબંધો લગાવ્યા હતા. હાલમાં પ્રતિબંધનો સમય 31 જાન્યુઆરી 2025 સુધી વધ્યો હતો. 20 ડિસેમ્બર 2024એ સમય પૂરો થઈ રહ્યો હતો. 20 ડિસેમ્બર 2021એ એગ્રી વાયદા પર પ્રતિબંધ લગાવ્યા હતા.
હળદરમાં વધશે તેજી?
વાવણીમાં 30-35% નો વધારો થયો હતો. 2025માં 70-75 લાખ બોરી ઉત્પાદન સંભવ છે. 2024માં 45-50 લાખ બોરીનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે સપ્લાઈમાં ઘટાડાની આશંકા છે. વરસાદના કારણે ઘણા રાજ્યોમાં પાકને નુકસાન થયું હતું. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં નુકસાન થયું હતું. કેરીઓવર સ્ટોક ઓછો રહેવાથી સપ્લાઈ ઘટી. ઓછી સપ્લાઈ બાદ પણ માગમાં તેજી યથાવત્ રહેશે.
ઘટશે પામની કિંમતો !
વૈશ્વિક બજારમાં કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો. મલેશિયામાં ભાવ 4450 રિંગિટની નીચે આવ્યા. ભાવ 2.5 વર્ષની ઉંચાઈએથી આશરે 800 રિંગિત ઘટ્યા. 11 નવેમ્બર 2024એ 5195 રિંગિત સુધી કિંમતો પહોંચી હતી. 2024ના નીચલા સ્તરેથી ભાવ 700 રિંગિત ઉપર છે. 1 સપ્તાહમાં આશરે 2.50%, 1 મહિનામાં 15% કિંમતો ઘટી. ઘટાડા બાદ પણ પામ બીજા તેલની સામે મોંઘુ છે.
પામમાં ઘટાડાના કારણો
કિંમતોમાં તેજીના કારણે માગમાં ઘટાડો આવ્યો. કિંમતો વધવાનો ફાયદો અન્ય ખાદ્ય તેલને મળ્યો. ભારતનો ઇમ્પોર્ટ 9 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. ભારતનો ડિસેમ્બરમાં ઇમ્પોર્ટ આશરે 40% ઘટ્યો હતો.
ઘઉંના સ્ટોકની સ્થિતી
સરકાર પાસે 20.4 મિલિયન ટન ઘંઉં છે. 1 ડિસેમ્બર સુધી 20.4 મિલિયન ટનનો સ્ટોક હતો. 31 ઓક્ટોબર સુધી 10.2 મિલિયનનું વેચાણ છે. OMSSને છોડી બીજી સ્કીમોમાં વેચાણ છે. 1.45 મિલિયન ટન/મહિનાનું વેચાણ છે. 1 ડિસેમ્બર-31 માર્ચ સુધી 5.8 મિલિયન ટનનું વેચાણ સંભવ છે. 1 એપ્રિલ 2025 સુધી 9.5 મિલિયન ટનનો બફર સ્ટોક સંભવ છે. OMSS માટે 4.6 મિલિયન ટન ઘઉં ઉપલબ્ધ થશે. ડિસેમ્બરમાં OMSS દ્વારા 0.4 મિલિયન ટનનું વેચાણ થયું.
ઘટશે તુવેરની કિંમતો?
ડિસેમ્બર 2024માં ખરીફ તુવેરની આવક વધી. પાછલા વર્ષની તુલનાએ 78% આવક વધી. નવેમ્બર 2024ની તુલનાએ આવક વધારે રહી. તેલંગણામાં તુવેરની આવક 6% ઓછી રહી. ગુજરાત, ઉત્તરપ્રદેશમાં પણ આવક થોડી ઓછી છે.