આ સપ્તાહે એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, કેમ કે, મસાલા પેક, કે પછી ગુવાર પેકમાં સતત વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, ઓછી આવક અને વાવણીની અસર ખાસ કરીને આ કૉમોડિટી પર જોવા મળી, તો કૉટન ઉત્પાદન અને ચોખાના એક્સપોર્ટને લઈને પણ અમુક ડેવલપમેન્ટ જોવા મળ્યા.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, કેમ કે, મસાલા પેક, કે પછી ગુવાર પેકમાં સતત વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, ઓછી આવક અને વાવણીની અસર ખાસ કરીને આ કૉમોડિટી પર જોવા મળી, તો કૉટન ઉત્પાદન અને ચોખાના એક્સપોર્ટને લઈને પણ અમુક ડેવલપમેન્ટ જોવા મળ્યા.
ગુજરાતમાં હવામાને ખેડૂતોની બાજી બગાડી છે. તાપમાન વધારે રહેતા હજુ રવિ પાકોની વાવણી ખેડૂતોએ નથી કરી.
હવામાને બગાડી બાજી!
ગુજરાતમાં હવામાને રવી પાકની વાવણીની બાજી બગાડી છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં વાવણીના આંકડા ફીક્કા રહેશે. રાજ્ય સરકારના 4 નવેમ્બર સુધીના આંકડામાં વાવણી ઓછી રહી. ગયા વર્ષની સરખામણીએ હજું વાવણી 88% ઓછી છે.
કયા પાકની વાવણી શરૂ નથી થઈ?
હજુ સુધી ઘઉં, રાયડો, જીરું, ધાણાની વાવણી નથી થઈ. ઈસબગુલ, વરિયાળી, લસણની વાવણી નથી થઈ.
ઘઉંની કિંમતોમાં વધારો
દેશમાં વાવણીના સમયે ઘઉંની કિંમતો વધી. સરકાર ઘઉં વેચાણ નહીં કરે તો કિંમતો હજૂ વધવાની ધારણા છે. નવા ઘઉં માર્ચ પહેલા બજારમાં આવવાની સંભાવનાઓ ઓછી છે.
વાવણી લંબાવાનું કારણ શું?
નવેમ્બરમાં વધારે ગરમી પડી રહી છે. હાલ શિયાળું પાક માટે હવામાન માફક નહીં. રાત્રે પણ તાપમાન સામાન્ય કરતા વધુ હોય છે. ખરીફ પાકોની કાપણી વરસાદને લીધે ઓક્ટોબરમાં થઈ.
કયા પાકો તરફ વળશે ખેડૂત?
ઠંડી માફક ન આવતા જીરુ અને ધાણાની વાવણી ઘટી શકે. આ વખતે ચણાની વાવણીમાં વધારો થઈ શકે. ઘઉં અને રાયડાની વાવણીમાં પણ ખેડૂતો કરી શકે.
ધાણામાં વાવેતરની સ્થિતી જોતા નવી સીઝનનો ક્રોપ 60 થી 70 ટકા જ આવે તેવી સંભાવના...શિયાળું પાકોના વાવેતર માટે પહેલા એવી ધારણા હતી કે, રાઈનું વાવેતર ઘટ્યું છે, જેને કારણે ધાણાનું વાવેતર વધશે, પણ એવું થયું નથી.
ધાણામાં નીચલા સ્તરેથી રિકવરી
2 મહિનાના નીચલા સ્તરેથી કિંમતો વધી છે. નવેમ્બર વાયદો ₹7200ની ઉપર પહોંચ્યો. એક મહિનામાં કિંમતોમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો.
હળદરમાં મામુલી તેજી
એક મહિનાના ઘટાડા બાદ કિંમતોમાં ખરીદદારી કરી. 3 સપ્તાહની ઉંચાઈ પર ભાવ પહોંચતા જોવા મળ્યા. ઓક્ટોબરમાં 8 ટકાથી વધારે કિંમતો ઘટી હતી. એક સપ્તાહમાં 3 ટકા કિંમતો વધતી દેખાઈ છે.
જીરાની ચાલ પર નજર
નવેમ્બર વાયદો 25200ની નીચે પહોંચ્યો. ઓક્ટોબરમાં કિંમતો આશરે 9 ટકા તૂટી. 2024માં હાલ સુધી કિંમતો આશરે 19 ટકા ઘટી.
ભારતીય કોટન સૌથી સસ્તું!
વૈશ્વિક કોટનની સરખામણીએ ભારતીય કોટન ઘણું સસ્તું છે. વિવિધ દેશોથી થતી કોટનની આયાત મોંઘી પડે છે. વિદેશી કોટન 62થી 69 હજારની વચ્ચે પડે છે. જેની સામે ભારતનું કોટનનો ભાવ 55,500 ની આસપાસ છે.
કોટનનું વાવેતર ઘટી શકે
આ વર્ષે કોટનનું વાવેતર ઘટી શકે છે. ભારતમાં વાવેતર ઘટવાનું અનુમાન છે. કૃષિ મંત્રાલયે અનુમાનના આંકડા જાહેર કર્યા. 299 લાખ ઘાંસડીનું સરકારે અનુમાન આપ્યું. ગયા વર્ષના 325 લાખ ઘાંસડીના અનુમાનથી 9% ઓછું છે.
પ્રતિબંધ હટ્યો, એક્સપોર્ટ વધ્યું
સૂત્ર 2024-25માં એગ્રી એક્સપોર્ટ વધવાનું અનુમાન છે. $5000 Crનું એગ્રી એક્સપોર્ટ સંભવ છે. નૉન-બાસમતીના એક્સપોર્ટની મંજૂરીથી ફાયદો થશે. ઓક્ટોબરમાં નૉન-બાસમતીના એક્સપોર્ટને મંજૂરી મળી. ઓક્ટોબરમાં ઉછાળો, બ્રાઉન રાઇસની ડ્યુટી હટાવવામાં આવી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.