ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એગ્રી કૉમોડિટી બજારમાં ઘણી વોલેટાલિટી જોવા મળી, મસાલા પેકની વાત કરીએ તો, એક વર્ષમાં માત્ર ધાણામાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો છે, પણ કૉટનની કિંમતોમાં સારી તેજી જોવા મળી, તેમા પણ કપાસિયા ખોળમાં એક વર્ષમાં આશરે સાડા 12 ટકાથી વધુનું પોઝિટીવ પર્ફોમન્સ રહ્યું, જોકે ગુવાર પેકમાં મિશ્ર કારોબાર નોંધાયો, હવે આ દિવાળીથી આવતી દિવાળી સુધી કઈ એગ્રી કૉમોડિટીમાં છે રોકાણની સારી તક, ક્યાં કરવું ફોકસ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરીએ.
મસાલા પેક માટે આ વર્ષની વાત કરીએ તો જીરાની કિંમતો લગભગ આ વર્ષમાં 50% જેટલી ઘટી ગઇ. ગત વર્ષે જીરાની સરેરાશ વાવણી 5.61 લાખ હેક્ટર રહી. જીરામાં તહેવારી માગના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે. ચીને પણ ભારત પાસેથી જીરાની ખરીદી શરૂ કરી. YoY ધોરણે જુલાઈ-સપ્ટેમ્બરમાં જીરાનો એક્સપોર્ટ વધ્યો. જુલાઈ-સપ્ટેમ્બરમાં જીરાનો એક્સપોર્ટ 128% વધ્યો. માર્ચ-સપ્ટેમ્બર દરમિયાન જીરાનો એક્સપોર્ટ 73% વધ્યો. ગત સિઝન કરતા હળદરની આવકમાં ઘટાડો નોંધાયો. ઇન્ડોનેશિયામાં સુક્કા હવામાને હળદરની લણણીને વેગ આપ્યો. ભારતમાં મહારાષ્ટ્ર, તેલંગણા અને APમાં હળદરની વાવણી વધી. આ વર્ષે હળદરની ખેતી 3.75-4 લાખ હેક્ટરમાં થવાનો અંદાજ રહેશે. એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન હળદરનો એક્સપોર્ટ 6.46%થી ઘટ્યો. એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન હળદરનો ઇમ્પોર્ટ 340.21%થી વધ્યો.
ચાઈનાનું કૉટન આઉટપુટ 6.2 મિલિયન ટન પહોંચવાનો અંદાજ રહેશે. WASDE રિપોર્ટ બાંગ્લાદેશના કપાસના વપરાશમાં નજીવો વધારો દર્શાવે છે. બાંગ્લાદેશમાં તણાવથી ભારત, પાકિસ્તાન અને વિયેતનામને ફાયદો થશે. USDAએ ભારતનું કપાસ ઉત્પાદન અનુમાન 30.72 મિલિયન ગાંસડી સુધી ઘટાડ્યું. CAIએ 2023-24માં 317 લાખ ગાંસડી કોટન પ્રેસિંગ નંબરો સુધાર્યા છે. ભારતમાં, વર્તમાન ખરીફ સિઝન માટે કપાસનું વાવેતર ઘટ્યું. ખેડૂતો અન્ય વધુ નફાકારક પાક તરફ વળ્યા હોવાથી કપાસનું વાવેતર ઘટ્યું. કપાસની નિકાસ 2023-24 સિઝનમાં બમણી થઈને 2.85 મિલિયન ગાંસડી થવાની ધારણા છે. 2023-24ની સિઝનમાં ઇમ્પોર્ટ વધીને 17.5 લાખ ગાંસડી થયું. બાંગ્લાદેશ અને વિયેતનામ તરફથી માગ વધતા એક્સપોર્ટ વધ્યો.