Gold Rate Today: અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 72,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gold Rate Today: દેશમાં કાલે 10 ગ્રામ સોનું 80,000 રૂપિયા અને એક કિલોગ્રામ ચાંદી 1,04,000 રૂપિયાની પાર પહોંચી ગયા હતા, પરંતુ આજે કિંમતોમાં કરેક્શન આવ્યુ છે. આજે ગોલ્ડ 600 રૂપિયા સુધી સસ્તુ થયુ છે. આજે દિલ્હી, નોએડા, ગાજિયાબાદ, લખનઊ અને જયપુર સહિત ઉત્તર ભારતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 79000 રૂપિયાની આસપાસ છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડના રેટ 7300 રૂપિયાના સ્તરની નીચે છે. જ્યારે, ચાંદી 1,01,900 રૂપિયા પર કારોબાર કરી રહી છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ
23 ઓક્ટોબર 2024 ના દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 72,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 79,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં આજે સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 72,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 79,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 72,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના અન્ય મુખ્ય શહેરોમાં સોનાની કિંમત
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
ચેન્નઈ
72,840
79,460
કોલકાતા
72,840
79,460
ગુરુગ્રામ
72,990
79,610
લખનઉ
72,990
79,610
બેંગ્લોર
72,840
79,460
જયપુર
72,990
79,610
પટના
72,890
79,510
ભુવનેશ્વર
72,840
79,460
હૈદરાબાદ
72,840
79,460
સોના-ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?
હાલમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજી જોવાને મળી છે, જેનાથી ચાંદીની કિંમતો એક લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેની પાછળ ક્યુ કારણ છે:
મૌસમી માંગ: ભારતમાં તહેવાર અને લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. આ સમય લોકો મોટી માત્રામાં સોનું અને ચાંદી ખરીદે છે, જેનાથી માંગ વધી જાય છે. વધતી માંગના કારણે કિંમત પણ ઊપર જઈ રહી છે.
પશ્ચિમ એશિયાનો સંઘર્ષ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ભૂ-રાજનીતિક સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. તેનાથી દુનિયા ભરના રોકાણકારો સોનામાં રોકાણ કરવુ સુરક્ષિત સમજે છે, જેનાથી કિંમત વધે છે.
સ્થાનિક બજારની સ્થિતિ: જૂલાઈમાં સરકારે સોનું અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી હતી, જેનાથી કિંમત થોડી ઓછી થઈ હતી. પરંતુ હવે તહેવારો અને લગ્નની સીઝના કારણે માંગમાં ફરીથી તેજી આવી ગઈ છે.
અમેરિકી ચૂંટણી: અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને લઈને અનિશ્ચિતતા પણ સોનાની કિંમતોને ઊંચી રાખવામાં એક મોટુ કારણ છે. રોકાણકારો અનિશ્ચિતતાના સમયમાં સોનાની તરફ વલણ કરે છે. એ બધા કારણોથી સોનું અને ચાંદીની કિંમત વધી રહી છે, અને આવનારા સમયમાં પણ તેમાં ઉતાર-ચઢાવ ચાલુ રાખવાની સંભાવના છે.
કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત?
દેશમાં સોનાની કિંમત ઘણા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને કરેંસી એક્સચેંજ રેટ સામેલ છે. વૈશ્વિક બજારમાં જ્યારે સોનાની કિંમતોમાં ઉછાળો આવે છે, તો તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. તેના સિવાય, તહેવારોની સીઝનમાં વધતી માંગ પણ સોનાની કિંમતોમાં વધારો કરે છે.