Gold Rate Today: આજે 29 ઑક્ટોબરના ધનતેરસના દિવસે સોનું સસ્તુ થયુ છે.
Gold Rate Today: આજે 29 ઑક્ટોબરના ધનતેરસના દિવસે સોનું સસ્તુ થયુ છે. સોનાના ભાવમાં 500 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે. આજે સમગ્ર દેશમાં ધનતેરસ મનાવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે, સોનું, ચાંદી અને વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. એવામાં 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો આવવો, સામાન્ય લોકો માટે રાહત ભરેલી છે. 24 કેરેટ ગોલ્ડના રેટ 79,000 રૂપિયા અને 22 કેરેટના ભાવ 73,000 રૂપિયાની આસપાસ છે. ધનતેરસના દિવસે ચાંદીના રેટ 97,900 રૂપિયા છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ
29 ઓક્ટોબર 2024 ના દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 73,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 79,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં આજે સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 73,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 79,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 79,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના અન્ય મુખ્ય શહેરોમાં સોનાની કિંમત
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
ચેન્નઈ
73,140
79,790
કોલકાતા
73,140
79,790
ગુરુગ્રામ
73,290
79,940
લખનઉ
73,290
79,940
બેંગ્લોર
73,140
79,790
જયપુર
73,290
79,940
પટના
73,190
79,840
ભુવનેશ્વર
73,140
79,790
હૈદરાબાદ
73,140
79,790
કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત?
દેશમાં સોનાની કિંમત ઘણા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને કરેંસી એક્સચેંજ રેટ સામેલ છે. વૈશ્વિક બજારમાં જ્યારે સોનાની કિંમતોમાં ઉછાળો આવે છે, તો તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. તેના સિવાય, તહેવારોની સીઝનમાં વધતી માંગ પણ સોનાની કિંમતોમાં વધારો કરે છે.